તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમોસમી વરસાદ:ઉ.ગુ.ના વાતાવરણમાં પલટો, ધૂળ ચડી મહેસાણામાં રાત્રે છાંટા,વાવમાં વરસાદ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં 42 ડિગ્રી ગરમી, બનાસકાંઠામાં આજે પણ વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરોમાં શનિવારે સવારનું તાપમાન 30 ડિગ્રી અને બપોરનું તાપમાન 42 ડિગ્રી અાસપાસ રહ્યું હતું. જેના કારણે છેલ્લા 24 કલાક અસહ્ય ઉકળાટ વચ્ચે ભારે ગરમી અનુભવાઇ હતી. બીજી બાજુ દિવસભર વાદળાં અને ધૂળિયા વાતાવરણના કારણે માવઠાં જેવો માહોલ સર્જાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ વાવ તાલુકામાં ગાજવીજ અને વાવાઝોડા સાથે જોરદાર વરસાદી ઝાંપટું પડ્યું હતું, તો મહેસાણા શહેરમાં રાત્રે 9-30 વાગે હળવા છાંટા વરસ્યા હતા.

શનિવાર સવારે 8 કલાકથી પરસેવો છોડવાતાં ઉકળાટનો અનુભવ શરૂ થયો હતો. દિવસ ચડતાં ગરમીનું પ્રમાણ પણ વધવા લાગ્યું હતું. બપોરે ઉત્તર ગુજરાતમાં કાળાડિબાંગ વાદળો સાથે ધૂળ ચડી અાવતાં વાતાવરણ ધૂંધળું બન્યું હતું. જેના કારણે માવઠું થાય તેવું વાતાવરણ સર્જાયું હતું. હવામાન વિભાગ મુજબ, રવિવારે પણ વાતાવરણની આ સ્થિતિ યથાવત રહેશે. નાઉકાસ્ટની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ થઇ શકે છે. તેમજ 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

10 દિવસ બાદ ગરમી 42 ડિગ્રી પાર થઇ
ઉત્તર ગુજરાતમાં ગત 28 એપ્રિલે સાૈથી ઊંચું તાપમાન 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યાર બાદ વાતાવરણ વાદળછાયું બનતાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો આવતાં ગરમીનું જોર ઘટ્યું હતું. 10 દિવસ બાદ શનિવારે ફરી ગરમી 42.4 ડિગ્રી નોંધાઇ છે.શનિવાર ચાલુ માસના 8 દિવસમાં સાૈથી ગરમ દિવસ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...