તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનામાં છૂટ:ક્લાસિસોની પાળી ડબલ થઇ, પ્રથમ દિવસે મહેસાણા શહેરમાં 50%થી વધુ ટ્યૂશન ક્લાસિસ ખૂલ્યાં

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરકારે કોરોના હળવો થતાં ટ્યુશન ક્લાસિસ 50 ટકાની ક્ષમતા સાથે શરૂ કરવાની છૂટ આપતાં શુક્રવારે મહેસાણા શહેરમાં મોઢેરા રોડ, રાધનપુર રોડ, નાગલપુર રોડ સહિતના એરિયામાં 50 ટકાથી વધુ ખાનગી ટ્યૂશન ક્લાસિસો શરૂ થયા હતા. જોકે, કોરોનાની ગાઇડ લાઇન મુજબ ક્લાસિસમાં બેઠક ક્ષમતાના 50 ટકા જ વિદ્યાર્થીઓ બેસાડવાની છૂટછાટ હોઇ પહેલા એક પાળીમાં વિદ્યાર્થીઓને સમાવી શકાતા હતા તેના બદલે હવે સંખ્યા વહેંચીને બે પાળી કરવી પડી છે. ટ્યૂશન શરૂ થતાં સંચાલકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ત્રણેય વર્ગે હાશકારો અનુભવ્યો છે.

શહેરમાં નાના-મોટા 70 જેટલા ટ્યૂશન ક્લાસિસો છે. જે પૈકી 40 જેટલા ક્લાસિસ પ્રથમ દિવસે જ ખૂલી ગયાનું એસો.ના સૂત્રોએ કહ્યું હતું. આશ્રય રોડ નજીક કોમ્પલેક્ષમાં ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં બપોરે 2 વાગે એક વર્ગમાં ધો.11 અને બીજા વર્ગમાં ધો.12 કોમર્સનો ક્લાસ શરૂ થયો. જેમાં 10 બેન્ચિસ ઉપર એક-એક વિદ્યાર્થી હતા.

શિક્ષકે પહેલા દિવસે અત્યાર સુધી ઓનલાઇન ભણાવેલા ચેપ્ટરના રિવ્યુ સાથે ક્લાસ શરૂ કર્યો હતો. સંચાલક શૈલેશભાઇ પ્રજાપતિએ કહ્યું કે, પહેલા એક ક્લાસમાં 20 વિદ્યાર્થીઓને સમાવી શકાતા, જે હાલ કોરોના ગાઇડ લાઇનમાં 10 વિદ્યાર્થીઓના ક્લાસમાં બે-બે પાળી કરાઇ છે. હાલ કોવિડને લઇ વિદ્યાર્થીઓને ઘરેથી જ પાણીની બોટલ લઇને આવવાનું કહ્યું છે.

ઓફલાઇન ક્લાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત થઇ શકે
નાગલપુર રોડ ક્લાસિસ સંચાલક બી.આર. પટેલે કહ્યું કે, કોરોના પહેલાં એક ક્લાસમાં 30 વિદ્યાર્થી બેસાડતા, આજે 10થી શરૂઆત કરી એટલે ત્રણ વર્ગનો વર્કલોડ રહેશે. જોકે ઓફ લાઇનમાં વિદ્યાર્થી સામે હોય એટલે વિષયને કેટલું સમજી શક્યો તેનું ધ્યાન કેન્દ્રિત સારી રીતે થઇ શકે છે. ઓનલાઇનમાં નેટના પ્રશ્નો, ઘરમાં બે બાળક હોય તો બે મોબાઇલની મુશ્કેલી, રિચાર્જ કરવું, આંખો દુ:ખવાની મુશ્કેલી રહે. હવે ઓફલાઇનથી રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...