ધોરણ 10 પછી ઉચ્ચ અભ્યાસમાં ગણિત સાથે આગળ વધવું નથી તેવા વિદ્યાર્થીઓ માટે બેઝિક ગણિતનો વિકલ્પ અપાયો છે. શુક્રવારે લેવાયેલ આ પરીક્ષામાં પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો પૂછાતાં પેપર સાવ સરળ લાગતાં પરીક્ષાર્થીઓના ચહેરા ખીલેલા જોવા મળ્યા હતા. જિલ્લામાં ધોરણ 10 અને 12માં કુલ 36763માંથી 35961 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે કુલ 802 ગેરહાજર રહ્યા હતા.
નિવૃત્ત ગણિત શિક્ષક ભરતભાઇ પંચાલે જણાવ્યું કે, ધો.10નું બેઝિક ગણિતનું પેપર એકદમ સરળ હતું. બેઝિકના વિદ્યાર્થીઓને અનુકૂળ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નપત્ર હતું, કોઇ ટ્વીસ્ટ પ્રશ્ન ન હોઇ વિદ્યાર્થીઓ ત્રણ કલાકની મર્યાદામાં આખુ પેપર સોલ્વ કરી શકે તેવું હતું. પાયથાગોરસનો પ્રમેય, રચનાઓ આવડે તેવી પૂછાઇ હતી. સંપૂર્ણપણે પાઠયપુસ્તક બેઝ પેપર સહેલું હોઇ પરિણામમાં સ્કોરિંગ બની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.