વિવાદ:મહેસાણામાં ગાયો પકડતાં પાલિકાની ટીમ સાથે ઘર્ષણ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાયો સાથે વાછરડા આવતા પશુમાલિકો ટોળે વળ્યા

મહેસાણાના ટી.બી રોડ આર્શિવાદ ફ્લેટ આગળ બુધવારે રખડતી ગાયોનો જમાવડો થયો હોઇ લોકોને રસ્તેથી પસાર થવુ પણ મુશ્કેલ બન્યુ હતું.આ દરમ્યાન નગરપાલીકા એજન્સીની ટીમ સ્થળ પર દોડી જઇને રખડતી ગાયો પાંજરામાં પુરવાનું શરૂ કર્યુ હતું.

ત્યા કેટલીક ગાયો સાથે નાના વાછરડા પાછળ આવતા હોઇ છોડાવવા પશુમાલિકો, માલઘારીઓ પાલિકા ટીમ આસપાસ ટોળે વળી જતાં ક્ષણવાર ઘર્ષણની સ્થિતિ સર્જાઇ હતી.જોકે વાછરડા પાલીકા ટીમ ડબ્બામાં પુરતી ન હોવાનું કહ્યુ હતુ અને કામગીરીમાં વિપક્ષે કર્યો તો પોલીસ બોલાવાશે તેમ પાલીકા ટીમના કર્મચારીઓએ ટોળાને કહેતા પછી ત્યાંથી વિખરાયા હતા. 10 ગાયો પકડીને ઢોર ડબ્બામાં પુરી હતી અને રાત્રે પણ વિસ્તારમાં રખડતી ગાયો પકડવાની ઝુંબેશ કરાનાર છે.

અન્ય સમાચારો પણ છે...