તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Civilian OPD Increased 150% As Corona Infections Decreased, From 700 Patients A Day Before Corona, To 383 In May, Now To 575 In June

કોરોના અપડેટ:કોરોના સંક્રમણ ઘટતાં સિવિલની OPD 150% વધી, કોરોના પહેલાં રોજ 700 દર્દી આવતાં, મેમાં 383 થઇ ગયાં, હવે જૂનમાં વધીને 575 થયાં

મહેસાણા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહેસાણા સિવિલ હોસ્પિટલમાં મે મહિનાના 31 દિવસની સરખામણીએ જૂનના 9 દિવસમાં દર્દીઓની સંખ્યા દોઢી થઇ

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળ પહેલાં સામાન્ય દિવસોમાં આંખ, કાન, નાક, ગળા, સ્કીન, ફિઝિશિયન સર્જન ટ્રીટમેન્ટ, જનરલ સહિત આઉટડોર પેશન્ટ (ઓપીડી)માં રોજ 700થી વધુ દર્દીઓ સારવાર માટે આવતા હતા. મે મહિનામાં કોરોના સંક્રમણ વધતાં દર્દીઓની સંખ્યા ખાસ્સી ઘટી હતી. એવામાં કેટલાક દિવસ નોનકોવિડ ઓપીડી પણ બંધ રહી હતી અને માત્ર કોવિડ સારવાર ચાલુ રહી હતી. જેમાં આખા મે મહિનામાં રોજ સરેરાશ દર્દીઓની સંખ્યા ઘટીને 383 સુધી પહોંચી હતી. હવે જૂનમાં કોરોનાનું જોર હળવું થતાં ફરી ઓપીડીમાં દર્દીઓનું પ્રમાણ વધવા માંડ્યુ છે અને રોજ 575 જેટલા દર્દીઓ નોંધાઇ રહ્યા છે.

જોકે, દોઢ વર્ષ પહેલાં ઓપીડીમાં કેસ કઢાવવા લાંબી લાઇનો લાગતી તેનાં કરતાં ઓછો ધસારો છે.જિલ્લા મથક મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં મે મહિનાના 31 દિવસમાં સૌથી વધુ ટ્રોમા સેન્ટરમાં 3491 અને જનરલ ઓપીડીમાં 4694 દર્દીઓએ સારવાર લીધી છે. આખા મહિનામાં ઓપીડીમાં કુલ 11,896 દર્દીનું રજીસ્ટ્રેશન થયુ છે. જ્યારે જૂન મહિનાના 9 દિવસમાં જ ઓપીડીમાં 5182 દર્દી નોંધાયા છે. જેમાં ટ્રોમા સેન્ટરમાં 1109 અને જનરલ 1949 દર્દીનો સમાવેશ થાય છે. સિવિલ સર્જન પી.એમ. જોશીએ કહ્યું કે, હવે કોવિડનું પ્રમાણ ઓછું થયું છે એટલે તમામ સ્પેશ્યાલિસ્ટ ઓપીડીમાં દર્દીઓનો ધસારો ફરી ધીરેધીરે વધી રહ્યો છે.

મે મહિનો અને જૂનના 9 દિવસ ઓપીડીવાઇઝ દર્દી રજીસ્ટ્રેશન

ઓપીડીમે 31 દિવસજૂન 9 દિવસ
જનરલ46941949
ટ્રોમા સેન્ટર34911109
ડેન્ટલ204183
ઇએનટી14394
ગાયનેક284211
જનરલ સર્જન4723
આંખ219168

ઓર્થોપેડિક સર્જન

149152
બાળરોગ8892
ફિઝિશિયન6726
માનસિક866376
આર્યુવેદિક459262
એઆરટી સેન્ટર720282
બિન સંક્રમિત રોગો387196
એમઓ ઓપીડી6048
સ્કીન ઓપીડી33
ફેમિલી પ્લાનિંગ97
અન્ય સમાચારો પણ છે...