તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:મહેસાણા શહેરમાં શ્રાવણ મહિનામાં 8 રૂટ ઉપર સિટીબસ દોડતી થઇ જશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કારોબારી બેઠકમાં ગુરુકૃપા ટ્રાવેલ્સનું પ્રતિ કિમી રૂ.33.51નું ટેન્ડર મંજૂર
  • સિટીબસના સંચાલનમાં પાલિકાના માથે વર્ષે એક કરોડ નો બોજો વધશે

મહેસાણા શહેરમાં શ્રાવણ મહિનામાં સિટીબસ દોડતી થઇ જશે. આ સાથે ગુજરાતમાં સૌપ્રથમ મહેસાણા મહિલાઓ અને દિવ્યાંગો માટે ફ્રી સિટીબસ સેવા આપતી પાલિકા બનશે. જ્યારે સામાન્ય મુસાફરો નિયતચાર્જ લેવાશે. 8 સિટી બસ માટે શુક્રવારે મળેલી નગરપાલિકાની કારોબારી બેઠકમાં ગુરુકૃપા ટ્રાવેલ્સ એજન્સીના પ્રતિ કિમી રૂ.33.51 ભાવ મંજૂર કરાતાં હવે એગ્રીમેન્ટ, વર્કઓર્ડર કર્યા પછી બે મહિનામાં સિટી બસ દોડતી થઇ જશે.

શહેરમાં સિટી બસની સુવિધા પાછળ વર્ષે પાલિકાના સ્વભંડોળમાંથી એકાદ કરોડનો બોજો આવશે.પાલિકા સભાખંડમાં કારોબારી ચેરમેન કૌશિક વ્યાસની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુરુકૃપા ટ્રાવેલ્સ એજન્સીના ભાવ મંજૂર કરાયાં હતાં. હવે પાલિકા એજન્સી સાથે એગ્રીમેન્ટ કરી વર્કઓર્ડર આપશે.

એજન્સીએ નવી બસો લાવવા બે મહિનાની સમયમર્યાદા અગાઉથી સૂચિત કરાઇ હોઇ બે મહિનામાં સિટી બસો દોડતી થઇ જશે. બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ ફાળવેલી રૂ.10 લાખની ગ્રાન્ટમાંથી 4 સિટી બસસ્ટેન્ડ બનાવાશે તેમજ વિવિધ જગ્યાઓનું નિરીક્ષણ કરી જરૂરિયાત જણાય ત્યાં લોક ભાગીદારીથી બસ સ્ટેન્ડ બનાવવા પરામર્શ કરાયો હતો. હાલ 8 બસના સૂચિત રૂટ નક્કી કરાયા છે, જેમાં સદસ્યોની માંગણી મુજબ રૂટ વધારાનું આયોજન કરાશે.ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના કાર્યકાળમાં સિટીબસના સંચાલન માટે કિમી દીઠ રૂ.25 ભાવ આવ્યો હતો.

જોકે, વર્તમાન ભાજપ શાસનમાં મહિલાઓ અને દિવ્યાંગો માટે ફ્રી મુસાફરીની વ્યવસ્થામાં પ્રતિ કિમી રૂ.33.51 ભાવ આવ્યા છે. આ અંગે કારોબારી ચેરમેન કૌશિક વ્યાસે કહ્યું કે, ગત સામાન્ય સભામાં મહિલા અને દિવ્યાંગોને ફ્રી મુસાફરી અંગેભાજપ-કોંગ્રેસ બધા સભ્યોની ઉપસ્થિતિમાં સર્વાનુમતે ઠરાવ કરાયો છે. વર્તમાન શાસનના ચાર મહિનામાં જ સિટીબસ માટેની પ્રક્રિયા પૂર્ણ થઇ છે.

ગટરની સફાઇમાં નિષ્ફળ એજન્સીને બ્લેકલિસ્ટ કરાશે
​​​​​​​બેઠકમાં સદસ્ય જનક બ્રહ્મભટ્ટે ભૂગર્ભ ગટર સફાઇમાં નિષ્ફળ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત કરી હતી. એજન્સીની કામગીરી સામે વધુ ફરિયાદો હોઇ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા કારોબારીમાં કામ મંજૂર કરી આગામી સામાન્ય સભામાં ભલામણ કરતો નિર્ણય કરાયો હતો. તેમજ વિવિધ કામોનાં ટેન્ડરો મંજૂર કરાયાં હતાં.

સ્વભંડોળ ખર્ચ સરભર કરવા આવકના સ્ત્રોત ઉભાં કરાશે
​​​​​​​શહેરમાં 8 સિટી બસ ફેરવવા માટે દૈનિક અંદાજે 1200 કિમી લેખે પ્રતિ કિમી રૂ.33.51 ભાવ ગણીએ તો રૂ.1.46 કરોડ એજન્સીને ચૂકવવાના થાય.જેમાં રાજ્ય સરકાર પ્રતિ કિમી રૂ.25ના 50 ટકા એટલે કે રૂ.12.50 આપશે.જ્યારે બાકીના પ્રતિ કિમી રૂ.21.01 પાલિકાએ ચૂકવવાના થાય. જેમાં પાલિકાને વર્ષે 90 લાખથી એક કરોડ સુધીનો ખર્ચ સ્વભંડોળમાંથી કરવો પડશે. કારોબારી ચેરમેને કહ્યું કે, શહેરની સુખાકારી માટે આ ખર્ચ છે, જેમાં મહિલા-દિવ્યાંગોને ફ્રી સિટી બસસેવા મળશે. આ ખર્ચ સામે નગરપાલિકા આવકના નવા સાધનો વિચારણા કરીને ઉભાં કરશે.

અન્ય સમાચારો પણ છે...