તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Citybus Will Run In Mehsana From Today After 5 Years, Will Run On 8 Routes Of The City From 6 Am To 10 Pm, Minimum Fare 5 And Maximum 10 Rupees

સેવાનો પ્રારંભ:મહેસાણામાં 5 વર્ષ બાદ આજથી સિટીબસ દોડશે, 8 રૂટમાં સવારના 6થી રાતના 10 સુધી ચાલુ રહેશે, ઓછામાં ઓછું 5 અને વધુમાં વધુ 10 રૂપિયા ભાડું

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નીતિન પટેલ સાંજના 5 વાગે તોરણવાળી ચોકથી સિટીબસનો પ્રારંભ કરાવશે

મહેસાણા શહેરમાં છેલ્લા 5 વર્ષથી અનેક વાદ-વિવાદ વચ્ચે રવિવારથી સિટીબસ સેવાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાંજના 5 વાગે તોરણવાળી માતા ચોકમાંથી સિટીબસ સેવાનો પ્રારંભ કરાવશે. પ્રથમ તબક્કામાં 8 સીએનજી સિટીબસ શહેરના 8 રૂટોમાં દોડાવાશે. નગરપાલિકા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત ગુરૂકૃપા ટ્રાવેલ એજન્સીના માધ્યમથી શહેરના 8 રૂટ ઉપર સિટી બસનું સંચાલન કરશે. જેમાં દર 500 મીટરે એક સિટીબસ સ્ટેન્ડ રખાયું છે.

એક માસ સુધી 8 રૂટ ઉપર સિટીબસ દોડાવ્યા બાદ દરેક વોર્ડના શહેરીજનોના સૂચન મેળવી, અભ્યાસ કર્યા બાદ રૂટમાં સુધારા વધારા કરાશે. પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, કારોબારી ચેરમેન કૌશિક વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ પટેલ અને ચીફ ઓફિસર અલ્પેશ પટેલે ફાયર સ્ટેશન ખાતે સિટી બસોનું નિરીક્ષણ કરી કાર્યક્રમ અંગે સમીક્ષા કરી હતી.

વિપક્ષ અડચણ ઉભી ન કરે તે માટે હાઈકોર્ટમાં કેવિયેટ દાખલ કરી
મહેસાણા શહેરમાં સિટીબસ સેવા શરૂ થાય તે પહેલાં વિપક્ષ દ્વારા હાઈકોર્ટમાં જઈ મનાઈ હુકમ લાવી અડચણ ઉભી કરે નહીં તે માટે પાલિકા દ્વારા કેવિયેટ દાખલ કરાઈ છે. સિટી બસ સેવાની એજન્સીને બ્લેકલિસ્ટ કરવા બાબતે અથવા ભાવ વધારા બાબતે વિપક્ષ હાઈકોર્ટમાં જાય તેવી શાસકપક્ષને ચિંતા સતાવી રહી હતી.

પાલિકાને વાર્ષિક 1 કરોડ રૂપિયાનો બોજો
પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ અને કારોબારી ચેરમેન કૌશિક વ્યાસે કહ્યું કે, મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત રાજ્ય સરકારે સિટીબસ સેવા શરૂ કરનાર એજન્સીને પ્રતિ કિલોમીટરે મિનિમમ રૂ.25 આપવાનું નક્કી કરી તેના 50 ટકા રાજ્ય સરકાર ગ્રાન્ટ સ્વરૂપે પાલિકાને ચુકવશે. મહેસાણા પાલિકાએ એજન્સીને પ્રતિ કિલોમીટરે રૂ.33.51નો ભાવ નક્કી કર્યો છે. તેથી એક બસ દૈનિક 10 ફેરા પ્રમાણે 150 કિલોમીટર ફરે તો પાલિકાને વાર્ષિક રૂ.એક કરોડનો બોજો પડશે.

મહિલા અને દિવ્યાંગો માટે વિનામૂલ્યે મુસાફરી
ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, સિટી બસમાં મહિલાઓ અને દિવ્યાંગો વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. જ્યારે સિનિયર સિટીઝન અને વિદ્યાર્થીઓ માટે સરકારના ધારાધોરણ મુજબ કન્સેશન અપાશે. હાલમાં લઘુત્તમ ભાડુ રૂ. 5 અને મહત્તમ ભાડુ રૂ.10 રખાયું છે. સવારના 6-00 કલાકથી રાત્રિના 10-00 કલાક સુધી સિટી બસો ચાલુ રહેશે.

શહેરમાં પાંચ સ્થળે સિટીબસ સ્ટેન્ડ બનાવાયાં
શહેરમાં તોરણવાળી ચોકમાં સિટીબસ સ્ટેન્ડ અને પૂછપરછ કેન્દ્ર શરૂ કરાયું છે. જ્યારે લકી પાર્ક સોસાયટી, રાધનપુર રોડ પર દ્વારકાપુરી ફ્લેટ પાસે અને માનવ આશ્રમ ચોકડી પાસે સિટી બસ સ્ટેન્ડ નિર્માણ કરાયાં છે.

માતાજીથી માતાજીનો પ્રથમ રૂટ નક્કી કરાયો
તોરણવાળી માતાજીથી ગંજબજારની પાછળના ભાગે બ્રહ્માણી માતાજીના મંદિર સુધીનો પ્રથમ રૂટ નક્કી કરાયો છે. આ રૂટની બસમાં બેસી નીતિનભાઈ બ્રહ્માણી માતાજીના મંદિર સુધી જાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...