કાર્યવાહી કરવા માંગ:મહેસાણામાં સિટીબસના ડ્રાઇવરોને 13-14 કલાક ડ્રાઇવિંગ કરાવાતું હોવાની રાવ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષ નેતાની સિટી બસ ચલાવતી એજન્સી સામે કાર્યવાહી કરવા માંગ

મહેસાણામાં સિટીબસમાંથી ઉતરતી એક મહિલા મુસાફરનું અવસાન થયું છે. ત્યારે સિટી બસનું સંચાલન કરતી એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરાય અને ડ્રાઇવરો પાસે 13થી 14 કલાક ડ્રાઇવિંગ કરાવવાનું બંધ કરી સિફ્ટ વાઇઝ ડ્રાઇવિંગ કરાવવાની રજૂઆત વિપક્ષના નેતા દ્વારા પાલિકાના મુખ્ય અધિકારીને કરાઈ છે.

વિપક્ષના નેતાએ લેખિત રજૂઆત કરતાં જણાવ્યું કે, નગરપાલિકા દ્વારા ગુરુકૃપા ટ્રાવેલ્સ એજન્સીને જ્યારથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ત્યારથી આ એજન્સી મનમાની રીતે જ વર્તી રહી છે અને અનેકવાર બસ રૂટો બંધ રાખીને કોઇ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરતી ન હોવાનું ધ્યાને આવેલુ છે. ડ્રાઇવરોની બેફામ સ્પિડમાં ડ્રાઇવિંગ કરવું, ચાલુ બસે ડ્રાઇવર દ્વારા મોબાઇલ ઉપર વાત કરવી, જેવી ફરિયાદો પાલિકાને મળેલ હોવા છતાં પાલિકા દ્વારા એજન્સીને ફક્ત નોટિસ આપી પેન્લટી કાપી સંતોષ માનવામાં આવી રહ્યો છે. જેના કારણે જ આવા અકસ્માતો ઉદ્દભવી રહ્યા છે.

હાલ 8 રૂટોમાં ફરતી સીટી બસના ડ્રાઇવરોને એજન્સી દ્વારા 13થી 14 કલાકની કરાવવામાં આવી રહ્યાની માહીતી મળી હોવાની વિપક્ષ નેતાએ રાવ વ્યકત કરીને ડ્રાઇવરોને આરામ પણ ન મળતાં સીટી બસો ઓવર સ્પીડમાં બેફામ ચલાવે છે અને 13 થી 14 કલાક સતત ડ્રાઇવિંગ કરાવવંુ જોખમી છે. બસનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સી સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને ડ્રાઇવીગ 13 થી 14 કલાક બંધ કરાવીને દરેક સિફ્ટ મુજબ બે ડ્રાઇવરો મુકવમાં આવે તેવી માંગ કરાઇ છે.જેથી ભવિષ્યમાં આવા દુખદ બનાવો બનતા અટકશે.

અન્ય સમાચારો પણ છે...