તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:મહેસાણા શહેરમાં 5 મીથી સીટી બસ દોડશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીટી બસ સેવા શરૂ કરવા આયોજનને નગરપાલિકાએ આખરી ઓપ આપ્યો, તોરણવાળી માતા ચોકમાં જૂનુ પીકઅપ સ્ટેન્ડ કાઢી નંખાયુ
  • સીટી બસ કોન્ટ્રાક્ટમાં પ્રતિ કિ.મી રૂ. 33.51 ભાવ વધુ હોઇ ફેરવિચારણા કરવા કોંગી નગસેવકે ચીફઓફીસરને લેખિત રજૂઆત કરી
  • આવા હશે પીકઅપ સ્ટેન્ડ તોરણવાળી ચોક સહિત ચાર જગ્યાએ નવા સ્ટેન્ડ લાગશે

મહેસાણા શહેરમાં આગામી તા. 5 સપ્ટેમ્બરથી સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવશે.શહેરીજનોની વર્ષોની ઇંતેજારી પછી હવે સીટી બસ સેવા શરૂ કરવા આયોજનને નગરપાલિકાએ આખરી ઓપ આપ્યો છે.પ્રમુખ વર્ષાબેન પટેલે કહ્યુ કે, આગામી 5 મીએ સાંજે 4 વાગ્યે નાયબ મુખ્યમંત્રીના હસ્તે સીટી બસ સેવાનો શહેરમાં પ્રારંભ કરવામાં આવશે. શહેરમાં સીટી બસ સેવા શરૂ થાય તે પહેલા ગુરુવારે તોરણવાળી માતા ચોક બજાર વિસ્તારમાં આવેલ વર્ષોજૂના પીકઅપ સ્ટેન્ડને નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યુ હતું અને હવે અહીં નવુ પીકઅપ સ્ટેન્ડ લગાવવામાં આવશે.

શહેરમાં તોરણવાળી ચોક, મોઢેરા રોડ ઉપર લકીપાર્ક પાસે, રાધનપુર રોડ ઉપર દ્વારકાપુરી ફ્લેટના કોર્નરમાં તેમજ માનવઆશ્રમ ચોકડી એમ ચાર જગ્યાએ નવા પીકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવશે. આગામી 1 સપ્ટેમ્બર આસપાસ સુધીમાં આ ચાર જગ્યાાએ નવા પીકઅપ સ્ટેન્ડ બનાવી દેવામાં આવશે. તોરણવાળીમાં એજન્સી દ્વારા પૂછપરછ કેન્દ્ર,ઓફીસ કાર્યરત કરવામાં આવશે.ગુરુવારથી પાલિકા પ્રમુખ,ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિત સત્તાધિશો સીટીબસ આયોજનની તૈયારીમાં લાગ્યા હતા.જેમાં શહેરમાં સીટીબસના કાયમી મેનેજમેન્ટ માટે અલગથી પાલિકામાં સ્ટાફ કાર્યરત કરવાનું આયોજન કરાશે.

બેઠકમાં કોંગ્રેસના સદસ્યો સંમત થયા હતા
આ અંગે કૌશિકભાઇ વ્યાસે કહ્યું કે બોર્ડ બેઠકમાં મહિલાઓ, દિવ્યાગોને મફતમાં કોગ્રેસના સભ્યો સમંત થયેલા.મફત સેવામાં ક્યાંક ટેન્ડર ઊંચુ આવશે એવુ પણ કહેલુ. આજે કોંગ્રેસને યાદ આવ્યુ ભાવ વધારે છે એ વ્યાજબી નથી.બે એજન્સીના ભાવ ખોલેલા,એમાં ઓછા ભાવની એજન્સી સાથે નેગોસિએશનમાં રૂ.અઢી ઘટાડીને ભાવ મંજુર કરાયેલ.

રાજ્યમાં સૌ પ્રથમ મહેસાણા મહિલાઓ, દિવ્યાગોને ફ્રી સીટીબસ સેવા અપાશે
મહેસાણા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન મુકુંદભાઇ પટેલે કહ્યુ કે, રાજ્યમાં સૌ પ્રથમ મહેસાણા નગરપાલિકા સીટી બસ સેવા મહિલાઓ અને દિવ્યાગો માટે ફ્રી મુસાફરી સાથે શરૂ થશે.સ્વાભાવિક રીતે તેની અસર ભાવમાં રહે. પાલીકાની સભામાં વિપક્ષની હાજરીમાં સર્વ સંમતિથી સીટીબસનો ઠરાવ કરાયો છે. હવે શહેરીજનો માટે આ સુવિધાની તારીખ નક્કિ થઇ છે ત્યારે વિપક્ષની રજૂઆત વ્યાજબી લાગતી નથી.

શહેરમાં કઈ કઈ પીકઅપ સ્ટેન્ડ બનવાશે
મહેસાણા શહેરમાં ચાર સ્થળે પીકઅપ સ્ટેન્ડ બનશે.જેમાં તોરણવાળી ચોક, મોઢેરા રોડ ઉપર લકીપાર્ક પાસે, રાધનપુર રોડ ઉપર દ્વારકાપુરી ફ્લેટના કોર્નરમાં તેમજ માનવઆશ્રમ ચોકડી એમ ચાર જગ્યાએ નવા પીકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવશે.

વર્ષે એજન્સીને વધારે પૈસા ચુકવવા પડશે
મહેસાણા પાલિકાના વિપક્ષના નેતા કમલેશ સુતરીયા સહિત કોંગી સદસ્યોએ રજુૂઆત કરતાં કહ્યુ કે, શહેરી વિકાસ વિભાગની જોગવાઇ મુજબ પાલિકાને પ્રતિ કિ.મી રૂ. 12.50 અનુદાન મળવાપાત્ર છે.જેનાથી પોણા ત્રણ ગણા ભાવે એટલે કે પ્રતિ કિ.મી રૂ. 33.51 થી સીટીબસનો કોન્ટ્રાક્ટ મંજુર કરી આખરી ઓપ અપાઇ રહ્યો છે.વધુમાં વધુ કિ.મી દીઠ ભાવ રૂ.25 થી વધારે હોવા જોઇએ નહી છતાં પ્રતિ કિ.મી ભાવ રૂ. 33.51 નક્કી કરાયા છે.

જેમાં નગરપાલિકાએ પ્રતિ કિ.મી ગુરુ કૃપા ટ્રાવેલ્સ એજન્સીને રૂ. 21.01 ચુકવવાના થાય અને સાથે સાથે મહિલાઓ અને દિવ્યાંગો સિવાય ટિકિટના નાણા પણ કોન્ટ્રાક્ટરને મળવાના છે.ભૂતકાળમાં સીટી બસ સંચાલન માટે રૂ. 25 ભાવ આવ્યો હતો.ગુજરાત એસ.ટી નિગમ દ્વારા પુરી પાડવામાં આવતી બસ સેવામાં મીનીબસનો ભાવ પ્રતિ કિ.મી રૂ. 26 છે.ગુરુકૃપા ટ્રાવેલ્સ એજન્સી દ્વારા અન્ય શહેરોમાં કોન્ટ્રાક્ટમાં પ્રતિ કિ.મી ભાવ રૂ. 25 આસપાસ છે. મહેસાણામાં આ એજન્સીનો ભાવ રૂ. 33.51 ખુબ વધુ હોઇ વર્ષે દહાડે એજન્સીને લાખો કરોડો રૂપિયા વધારે ચુકવવા પડશે.

અન્ય સમાચારો પણ છે...