મતદાન જાગૃતિ:મહેસાણા જિલ્લાના 50 ગામોના નાગરિકોને અવસર રથ દ્વારા પ્રોત્સાહિત કરાશે

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 માં અવસર લોકશાહીનો ઝુંબેશ જાહેર કરવામાં આવેલી છે. મતદાન જાગૃતિ મિશન અભિયાન હેઠળ 182 વિધાનસભા બેઠકમાંથી પસંદ કરેલા વર્ષ 2017ની ચૂંટણીમાં ઓછું મતદાન ધરાવતા મતદાન મથક વિસ્તારોમાં અવસર રથ ફેરવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ રથ વર્ષ 2017 ની ચૂંટણીમાં ઓછા થયેલા મતદાન મથકો પર જઈ મતદાર જાગૃતિ ફેલાવશે તેમજ અવસર રથ પર હસ્તાક્ષર પ્રતિજ્ઞા કરાવી "હું વોટ કરીશ" ના સંકલ્પને સાકાર કરવા જણાવશે.જે પૈકીમહેસાણા જિલ્લામાં 12 નવેમ્બરે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ઉદીત અગ્રવાલે કલેક્ટર કચેરી ખાતે થી અવસર રથ ને લીલી ઝડી આપી પ્રસ્થાન કરાવ્યું છે.

તારીખ 12થી 17 નવેમ્બર 2022 સુધી મહેસાણા જિલ્લાના ઓછું મતદાન થયેલા મતદાન મથકો વાળા 50 ગામોમાં અવસર રથ ફરવાનો છે. જે પૈકી 12મી તારીખે મહેસાણા, પાલાવાસણા, મેઉં, લાઘણજ અને વડસમા ખાતે રથ ફરશે. 13મી તારીખે કડી તાલુકાના થોળ, થડોદ, કડી, રાજપુર, ઘુમાસણ, વડુ, કરજીસણ, ડાંગરવા, ધનાલી, સુરજ ખાતે રથ ફરશે. 14મી તારીખે જોટાણા -બેચરાજી તાલુકામાં મંડાલી ,અંબાલા, આદીવાડા, સુરપુરા ,શંખલપુર, ગાંભુ, કટોસણ(ધનપુરા), જોટાણા ,માંકણજ , ભેંસાણ ખાતે અવસર રથ ફરશે.

15મી તારીખે ઊંઝા -વિસનગર તાલુકામાં વરવાળા, કામલી, ભાખર, કરલી અને ઉપેરા ખાતે તેમજ તારીખ 16મી નવેમ્બરે ખેરાલુ, વડનગર અને સતલાસણા તાલુકાના પીપળદર ,વલાસણા, ખાનપુર, કરસનપુરા, સીપોર, ડભાલ, ભાટવાસ, ટીંબા, હડોલ ,ધરોઈ ખાતે ફરશે 17મી નવેમ્બરના રોજ વિજાપુર તાલુકામાં પીલવાઈ, વસાઈ, કુકરવાડા, કોલવડા, માલોસણ, લાડોલ, ચાંગોદર, રણાસણ અને કેલીસણા ગામ લોકોમાં અવસર રથ મતદાન જાગૃતિ ફેલાવશે.

અન્ય સમાચારો પણ છે...