કાર્યવાહી:ચોકની લીમડી, કસ્બા થઇ ભમ્મરીયાનાળા સુધી 130 દબાણો દૂર કરવા નોટિસ ફટકારી

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહેસાણા નગરપાલિકા દ્વારા રહેણાંક અને કોમર્શિયલ દબાણો દૂર કરવા 60 મિલ્કતદારોને અને બાંધકામના આધાર પુરાવા રજુ કરવા 70ને નોટિસ આપી

મહેસાણા શહેરમાં વર્ષોથી ચોકની લીમડીથી આંબેડકર ચોક થઇ મહાકાલી મંદિર તરફ તેમજ કસ્બા આંબેડકર ચોકથી ચોકની લીમડીથી આંબેડકર ચોક તરફ થઇને મહાકાલી મંદિર તરફના રસ્તા પૈકીના રહેણાક અને કોમર્શીયલ દબાણો દૂર કરવા 60 મિલ્કતદારોને નગરપાલિકાએ નોટિસ ફટકારી છે,જ્યારે કસ્બા આંબેડકર ચોકથી ભમ્મરીયાનાળા સુધીના રસ્તામાં માપણી સીટ હાલ ન હોઇ આ રોડમાં બાંધકામના આધાર પુરાવા રજુ કરવા 70 મિલ્કતદારોને નોટિસ ફટકારી છે.

શહેરના ચોકની લીમડી થી આંબેડકર ચોક થઇને મહાકાળી મંદિર તરફના રસ્તામાં મકાન, કમ્પાઉન્ડ વોલ, ઓટલા, શેડ, દુકાન, કેબિનો વગેરેના બાંધકામ પરવાનગી મેળવ્યા સિવાય ના બાંધકામના સાત દિવસમાં આધાર પુરાવા રજુ કરવા નહિ તો ગેરકાયદે બાંધકામ દૂર કરવાનું રહેશે.આમ કરવામાં નહીં આવે તો પાલિકા ટાઉન પ્લાનિગ એક્ટની જોગવાઇ મુજબ ગેરકાયદેસર બાંધકામ દૂર કરશે. આવા 60 મિલ્કતદારોને નોટિસ ફટકારી છે.જોકે સીટી સર્વેમાંથી માપણી સીટી આવ્યા પછી નોટિસ ફટકારી છે.પાલિકાની ટી.પી શાખાના સુત્રોએ કહ્યુ કે, આ જાહેર રસ્તામાં આશરે બે થી 8 ફૂટ સુધીના દબાણો હોઇ દૂર કરવા માટે નોટિસની કાર્યવાહી કરાઇ છે.

નોંધનિય છે કે ભમ્મરીયા નાળા સુધી એમ બે રૂટની જમીન માપણી સીટ વગર દબાણો સુનિશ્ચિત કરીને દૂર કરવાનું અધ્ધરતાલ રહ્યુ હતું.જેમાં નગરપાલિકાએ આ બંન્ને રૂટની માપણી સીટ માટે સીટી સર્વેમાં રૂ.54600 ભર્યા પછી એક રૂટની માપણી સીટ પાલિકાને મળ્યાના મહિના પછી પણ દબાણો દૂર કરવાનું અધ્ધરતાલ રહ્યુ છે.

જ્યારે કસ્બા ર્ડા.આંબેડકર ચોકથી ભમ્મરીયાનાળા સુધીના રસ્તામાં દબાણો નક્કી કરવા માટે સિટીસર્વેમાં માપણી સીટની પાલિકાએ અરજ કરી છે અને ગત જુન મહિનામાં ફી ભરપાઇ કરી છે પરંતુ હજુ સીટીસર્વેથી માપણી સીટ તૈયાર થઇને આવી ન હોઇ કામગીરી મંથરગતિએ છે.સીટી સર્વેથી માપણી સીટી આવે તો દબાણો સુનિશ્ચિત થઇ શકે તેમ હોવાનું પાલિકાના સુત્રોએ કહ્યુ હતું. જોકે આ દરમ્યાન આ આખાયે જાહેર રસ્તાને સ્પર્શતા સુચિત 70 જેટલા મિલ્કતદારોને આધાર પુરાવા રજુ કરવા નોટિસ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...