તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:બિલાડીબાગમાં પમ્પિંગ મોટર બળી જતાં સિટી-1માં ડ્રેનેજલાઇનો ચોકઅપ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પાલિકામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ સહિતના વિસ્તારોની ફરિયાદો મળી
  • 12 કલાકથી વધુ પમ્પિંગ બંધ રહેતાં ઠેર ઠેર ગટરની કુંડીઓ ઉભરાવાની સમસ્યા સર્જાઇ

મહેસાણા બિલાડીબાગમાં આવેલા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની મોટર સોમવારે બળી જતાં સિટી-1ના ઘણા વિસ્તારોમાં સોમવાર સાંજથી મંગળવાર બપોર સુધી ગટરો ઉભરાતાં સ્થાનિક રહીશો ત્રાસી ગયા હતા.

બિલાડી બાગ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન ઠપ થતાં ગાયત્રી મંદિર રોડ, ચેહર માતાજી ચોકડી, પટવાની ચાલી, નવી તાલુકા પંચાયત રોડ, સોમનાથ રોડ વિસ્તારમાં ડ્રેનેજની લાઇનો ચોક અપ થવાથી ગટરનું પાણી રસ્તામાં રેલાયું હતું. મંગળવારે સવારે 11 વાગ્યા પછી નવી મોટર ઉતારતાં ડ્રેનેજના પાણીનો નિકાલ રાબેતા મુજબ થયો હતો. જોકે, આ દરમિયાન 12 કલાકથી વધુ સમય સિટી-1માં ડ્રેનેજ લાઇનો ચોકઅપ રહેતાં રહીશોને હાલાકી વેઠવી પડી હતી. પાલિકામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ડબલ માળિયા, સોમનાથ રોડ વાલ્મિકીનગર તેમજ શ્રીમાળીવાસમાં ગટર ઉભરાયાની ફરિયાદ મળી હતી. સિટી-2માં અન્ય કારણોસર મગપરા રોડ, લકીપાર્ક પાછળ કાલેશ્વર સોસાયટી, મહાશક્તિ સેટેલાઇટ જોગણી માતા મંદિર પાસે તેમજ મોઢેરા રોડ પર મહેસાણાનગર અને નાગલપુર હાઇવે પુનિતનગરમાં ગટર ઉભરાયાની ફરિયાદ નોંધાઇ હતી. શહેરમાં અંડરગ્રાઉન્ડ ગટરની યોગ્ય સફાઇ કે વ્યવસ્થાના અભાવે વારંવાર ગટર ચોકઅપ થાય છે.

પમ્પિંગમાં વધુ વીજલોડના કારણે મુશ્કેલી
બિલાડીબાગ પમ્પિંગ સ્ટેશને અડધાથી વધુ સિટી-1 વિસ્તારના ડ્રેનેજના પાણીનો નિકાલ થતો હોય છે. જેમાં વધુ લોડના કારણે વારંવાર મોટર બળી જાય છે. ડ્રેનેજ ઇજનેર વિશાલ ઓઝાએ કહ્યું કે, હયાત વીજ ડીપીના બદલે હાઇટેન્શન (એચટી) લાઇન જોડાણ લેવાનું સૂચન જીઇબી તરફથી કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...