રસી અપાશે:મહેસાણા જિ.માં આજથી બાળકોને વિનામૂલ્યે ન્યુમોનિયાની રસી અપાશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે માત્ર મહેસાણા મગપરા પ્રા.શાળા-4માં જ રસીકરણ, 3750 ડોઝ ફાળવાયાં
  • ગુરૂવારથી જિલ્લાના પ્રા.આરોગ્ય કેન્દ્રો પરથી રસીકરણનો પ્રારંભ કરાશે
  • બાળકને ન્યુમોનિયા તેમજ મગજના તાવથી બચાવવા ન્યુમોનિયા રસીની જરૂરીયાત

મહેસાણા જિલ્લામાં આવતી કાલે એટલે કે, 20 ઓક્ટોબરથી ન્યુમોનિયાની રસી આપવાની શરૂઆત કરવામાં આવશે. જિલ્લામાં બાળકોને ન્યુમોનિયા જેવા ઘાતક રોગથી સુરક્ષિત કરવાની દિશામાં ન્યુમોનિયાની રસી આપવાની શરૂઆત થનાર થશે. જેમાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનથી જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ન્યુમોનિયા રસીકરણનો કાર્યક્રમ યોજાશે. જેમાં મહેસાણા શહેરમાં આવેલી મગપરા પ્રાથમિક શાળા નંબર 04 ખાતે આવતી કાલે બપોરે 03-00 કલાકે કાર્યક્રમ યોજી ન્યુમોનિયા રસીકરણની શરૂઆત કરવામા આવશે.

કોરોના સમયે ન્યુમોનિયા થતો હોય છે ત્યારે બાળકોને આ ન્યુમોનિયા જેવા ઘાતક રોગથી સુરક્ષિત થાય તે દિશામાં સરકારે આયોજન કર્યું છે. જેમાં ખાનગી ક્ષેત્રમાં બાળકોને રસી આપવા માટે મોટો ખર્ચ વહન કરવો પડતો હોય છે ત્યારે સરકાર દ્વારા બાળકોને વિનામૂલ્યે રસી આપવાની શરૂઆત કરવામાં આવનાર છે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિષ્ણું પટેલે જણાવ્યું હતું કે, 06 અઠવાડીયા બાદ બાળકને પ્રથમ ડોઝ, 14 અઠવાડીયા બાદ બાળકને બીજો ડોઝ અને 09 માસના બાળકને બુસ્ટર ડોઝ આપવામાં આવે છે. તેમણે ન્યુમોનિયા તેમજ મગજના તાવથી બચાવતી ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન (પી.સી.વી) જિલ્લામાં બાળકોને રસી આપવા માટે વાલીઓને ખાસ અપીલ કરી હતી.

6 સપ્તાહથી 9 મહિનાના બાળકોને આ રીતે ડોઝ અપાશે
6 સપ્તાહના બાળકને પ્રથમ ડોઝ, 14 સપ્તાહના બાળકને બીજો ડોઝ અને 9 માસના બાળકને બુસ્ટર ડોઝ આપવામાં આવે છે. ન્યુમોનિયા તેમજ મગજના તાવથી બચાવતી ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન (પી.સી.વી.) જિલ્લામાં બાળકોને રસી આપવા માટે વાલીઓને અપીલ કરાઇ છે. - ડો.વિષ્ણુભાઇ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી

અન્ય સમાચારો પણ છે...