આયોજન:ખેરવામાં ગણપત યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રી ફેસ્ટિવલનું આયોજન કરાયું

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેનો મટિરીયલ્સના પાસાઓ પર નિષ્ણાંતોએ માર્ગદર્શન અાપ્યું

ગણપત યુનિવર્સિટીની સાયન્સ કોલેજ, મહેસાણા અર્બન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સિસના રસાયણ વિભાગ દ્વારા ત્રિ-દિવસીય કેમ- ફેસ્ટ 2021નું આયોજન કરાયું હતું. કાર્યક્રમ અંતર્ગત નેનો મટિરિયલ્સ ઉપર રાષ્ટ્રીયકક્ષાના પરિસંવાદ અને વૈજ્ઞાનિક સ્પર્ધાઓ યોજાઈ હતી.

આ ઇવેન્ટને GUNI-CARS, Gujrat chemical Association of chemistry Teachers અને GUJCOST તેમજ SSIP જેવી સંસ્થાઓનો સહયોગ મળ્યો હતો.યુનિ.ના પેટ્રેન ઇન ચીફ અને પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ વિધાર્થીઓને ચારિત્ર્ય ઘડતર તેમજ નવું શીખવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અને ગુજરાત કેમી.એસોના પ્રમુખ ડો.જૈમીનભાઈ વસાએ વિધાર્થીઓને વૈજ્ઞાનિક અભિગમ કેળવી પર્યાવરણ જાળવવા અનુરોધ કરી ગ્રીન કેમિસ્ટ્રી પર સંશોધન અને અભ્યાસ પર ભાર મુક્યો હતો.

કાર્યક્રમમાં સેન્ટ્રલ યુનિ.ગુજરાતના વૈજ્ઞાનિક ડો.માનસિંહએ તેમજ આઇઆઇટી ગાંધીનગરના ડો.ભાસ્કર દત્તાએ, પીડીઇયુના પ્રો. ડો.કાલીસદન મુખર્જીએ પર તેમજ એનઆઇપીઇઆર ગુવાહાટીના ડો.હિતેશ કુલ્હારીએ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચના ડો.આલોક પંડ્યાએ,ડૉ.કેયુર ભટ્ટે નેનો પ્રેરક વિષય પર ચર્ચા કરી હતી.પ્રો.ડો.એસ.એસ પંચોલી, પ્રિ. પ્રો.ડો.અમિત પરીખે સ્વાગત પ્રવચન તેમજ પ્રો.ડો.કેયુર ભટ્ટ તેમજ પ્રો.હસીત વાઘણીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...