તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ચોમાસા પહેલાં ધરોઇ ડેમના 12 ગેટની ઓપરેટીંગ સિસ્ટમનું ચેકિંગ

મહેસાણા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગ્રીસિંગ સહિતની કામગીરી હજુ સપ્તાહ ચાલશે

આગામી ચોમાસુ સિઝન શરૂ થવાને દોઢેક મહિનાનો બાકી છે ત્યારે રાજ્યના તમામ ડેમોની સાથે મહેસાણા જિલ્લાના ધરોઇ ડેમ પર પ્રિ-મોનસુન કામગીરી શરૂ કરાઇ છે. જે અંતર્ગત ડેમના 12 ગેટનું ગ્રીસિંગનું કામ આગામી સપ્તાહમાં પૂર્ણ થશે. ધરોઇ ડેમમાં અત્યારે 44.90% પાણીનો જથ્થો છે. તે પૈકી 4.99% ડેડ સ્ટોરેજને બાદ કરતાં 39.91% પાણી ઉપયોગલાયક છે. સામાન્ય રીતે જુલાઇના છેલ્લા બે સપ્તાહમાં ધરોઇ ડેમમાં પાણીની આવક શરૂ થતી હોય છે. ચોમાસા દરમિયાન ધરોઇ ડેમના 12 ગેટ યોગ્ય રીતે કામ કરે અને કોઇ ખામી ન સર્જાય તે માટે દર વર્ષે મે મહિનામાં પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત તમામ ગેટની ઓપરેટીંગ સિસ્ટમને ચકાસવામાં આવે છે. જેમાં 12 ગેટના તમામ પાર્ટસની ચકાસણી કરવાની સાથે ગ્રીસિંગ કરવામાં આવે છે. આ દરમિયાન કોઇ પાર્ટસમાં ખામી હોય તો તેને બદલવા સુધીની કામગીરી પણ કરાય છે. આ પ્રિ-મોનસુન કામગીરી આગામી સપ્તાહમાં પૂર્ણ કરાશે. આ કામગીરીની દેખરેખ ધરાઇ ડેમના કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેરની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો