તપાસ:ખાણી-પીણીના એકમોમાં જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકીંગ, સોમવારથી બજારોમાં ચેકીંગ કરાશે

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની 6 ટીમો આવતી કાલથી સક્રિય બની તપાસ કરશે
  • દિવાળીમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા એકમોમાં કરાશે તપાસ

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે બજારોમાં લોકો તહેવારોને લઈને ખરીદી કરતા અને ખાણી-પીણીની મજા માણતા જોવા મળ્યા છે. આવામાં કેટલાક એકમો સારી એવી કમાણી કરવા માટે બજારોમાં દિવાળી નિમિતે વિવિધ પ્રકારની મીઠાઈઓ અને નાસ્તાના સ્ટોલ ખોલી દેતા હોય છે. એવામાં લોકોની તંદુરસ્તી અને આરોગ્ય સચવાઈ રહે તે માટે ખાણી-પીણીના એકમો પર જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકીંગ કરવામાં આવશે.

શહેરમાં ફરસાણ, મીઠાઈ સહિતના ખાદ્ય પદાર્થોની દુકાનોમાં ભીડ જામી છે. આવામાં માવા-મીઠાઈ કેટલી અને કેવી ગુણવત્તાથી બનેલ છે તેની તપાસ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવશે. આવા એકમો જ્યાં મીઠાઈ બનાવે છે એ સ્થળ અને એમાં વપરાતી સામગ્રી સહિતની ચીઝ વસ્તુઓની તપાસ કરાશે, જેમાં મળતી માહિતી અનુસાર 6 ટીમો આવતી કાલથી સક્રિય બની તપાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...