મહેસાણાના રાધનપુર રોડ પર પાલિકાની પરવાનગી વગરનું એસ.એમ. કોમ્પલેક્ષથી જાણીતું ગ્રાઉન્ડ ફ્લોર અને બે માળનું આખુ બિલ્ડીંગ ગેરકાયદેસર હોઇ તેમાં ભાડુઆત બે હોસ્પિટલ સહિત કોમર્શિયલ દુકાનોને સીલ કરાઈ છે. પાલિકા ચીફ ઓફિસર અલ્પેશભાઇ પટેલે પ્રજાજોગ જણાવ્યું કે, કોઇ મિલ્કત ખરીદતાં કે ભાડે લેતા પહેલા તે કાયદેસર કે ગેરકાયદેસર તેની ચકાસણી કરી લેવી.
દરેક માટે હિતાવહ હોય છે. જ્યારે શિફ્ટ કરવા, હોસ્પિટલે માનવતા રાહે છ મહિના સમય માગ્યો છે, જે અંગે ટી.પી પદાધિકારીઓ સાથે પરામર્શ કરી નિર્ણય કરીશું. જેમાં બીજા માળે આવેલ વરદાન વુમન્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબો દ્વારા બીજી જગ્યાએ શિફ્ટ થવાનું હોઇ સોનોગ્રાફી સહિત મશીનરી સાધનો ઇન્સ્ટોલેશન અને તેની પરવાનગી લેવાની થતી હોઇ ત્યાં સુધી છ મહિનાનો હાલના બિલ્ડીંગમાં દર્દીઓ માટે માનવતા રાહે સમય આપવા પાલિકામાં અરજ કરાઇ છે.
ચીફ ઓફિસરે જણાવ્યું કે, મહેસાણામાં મિલ્કત ખરીદતા કે ભાડે રાખતા પહેલા તે મિલ્કતનું ટાઇટલ ખરીદ કરનાર કે ભાડે રાખનાર ચકાસી શકે છે, પાલિકાની શાખાને આ અંગે સુચિત કરાઇ છે અને નિશુલ્કત આ ચકાસણી કરી શકાશે. શાખાનો સંપર્ક કરે જેતે મિલ્કતના ટાઇટલની ચકાસણી કરી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.