છેતરપિંડી:ટાંકિયામાં સોના-ચાંદીના ઘરેણાં ધોઈ આપવાના બહાને મહિલા સાથે ઠગાઈ

નંદાસણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેતરપિંડી કરી ત્રણ શખ્સો ફરાર,મહિલાએ ફરિયાદ નોંધાવી

કડીના ટાંકિયા ગામે ધોળા દિવસે વાસણો અને સોના-ચાંદીના દાગીના ધોવાનું કહી સોનાની બંગડીઓ પ્રવાહીમાં નાખી છેતરપિંડી કરી ત્રણ શખ્સો ફરાર થઈ જતા નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કડી તાલુકાના ટાંકિયા ગામે રવિવારે સવારે ત્રણ શખ્સો વાસણો ધોવાના પાવડર અને પ્રવાહીનું માર્કેટિંગ કરવા આવ્યા છીએ તેમ કહી ગામમાં ત્રણ શખ્સો બાઈક લઈને આવ્યા હતા.જયાં ટાંકિયા ગામે રહેતા વિષ્ણુબા નટવરસિંહ ચૌહાણના ઘરે આવીને વાસણ ધોવા માટે આપવાનુ કહેતા તાંબાનો લોટો આપ્યો હતો.

જે ઉજળો કરી આપ્યો હતો બાદમાં ભાવનાબાની પગની તોડીઓ અને લકી આપતા તે પણ ઉજળી કરી આપતા વિશ્વાસ બેસતા વિષ્ણુબાએ પોતાની સોનાની બંગડીઓ ધોવા આપતા કાળા કલરના ડબ્બામાં મૂકી અંદર કેમિકલ નાંખતા ધુમાડા ઊડયા હતા બાદમાં તે ડબ્બો પાછો આપી દઈ પાંચ મિનિટ પછી જોવાનું કહી ત્રણ શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. થોડીક્ષણો બાદ જોતા માલુમ પડ્યું કે બંગડીઓનું વજન ઓછું થઈ ગયું હતું.

29 ગ્રામ 960 મિ.લી ની બંગડી નું વજન 11 ગ્રામ 160 મી.લી થયું હતું. 18 ગ્રામ 800 મી.લીની કિંમત 67,000 ની થાય છે તે પ્રવાહીમાં નાંખી દઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી થયાનો અહેસાસ થતા તેઓએ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...