ચરસ ઝડપાયું:મહેસાણાના ફતેપુરા સર્કલ પાસે વાહન ચેકિંગ દરમિયાન 18 કિલોથી વધુ ચરસ સાથે પોલીસે 3 શખ્સોને ઝડપી પાડ્યા

મહેસાણા18 દિવસ પહેલા
આ ગાડી માંથી ઝડપાયું ચરસ
  • આરોપીઓ રાજસ્થાનના અજમેરથી મુંબઇ ગાડીમાં ચરસ લઈને જઇ રહ્યા હતા
  • પોલીસે રૂપિયા 27 લાખ 56 હજાર 250ની કિંમતનું ચરસ ઝડપ્યું

રાજ્યભરમાં દારૂ, જુગાર અને ચરસ-ગાંજાની ગેરકાયદેસર પ્રવૃતિઓ ફૂલી ફાલી છે. આવી ગુનાહિત પ્રવૃતિઓ આચરતાં શખ્સોને જાણે કે કાયદાનો ડર જ ના હોય તેમ બેફામ બનીને ગુનાને અંજામ આપી રહ્યાં છે. ત્યારે પોલીસે પણ આવા શખ્સોને ઝડપી પાડવા લાલ આંખ કરી છે. જ્યારે આજે મહેસાણાના ફતેપુરા બાયપાસ સર્કલ પાસેથી પોલીસે 18 કિલોથી વધુ ચરસ ઝડપી પાડ્યું છે. જેની કિંમત રૂપિયા 27 લાખ 56 હજાર 250 થાય છે.

મહેસાણા ફતેપુરા સર્કલ પાસે આજે શહેર ટ્રાફિક શાખાના પોલીસ કર્મી વાહન ચેકિંગમાં હતા ત્યારે એક લાલ કલરની( MH.43.x.5909)નંબરની ગાડી પોલીસે ચેકિંગ દરમિયાન રોકવી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી ચરસ જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બાદમાં ઉચ્ચ અધિકારીઓને આ મામલે જાણ કરતા પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ તપાસ દરમિયાન ગાડીમાંથી કુલ 18 કિલો 375 ગ્રામ, કિંમત 27 લાખ 56 હજાર 250ની કિંમતનું ચરસ પોલીસે ઝડપી પાડ્યું હતું.

ગાડીમાં સવાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પૂછપરછ કરતા તેઓ જણાવ્યું હતું કે, રાજસ્થાનના અજમેરથી ગાડીમાં ચરસ લઈને મહેસાણા થઈને મુંબઇ ખાતે જઇ રહ્યા હતા. તપાસ દરમિયાન આરોપીઓના આધાર કાર્ડ, લાયસન્સ જરૂરી ડોક્યુમેન્ટ પોલીસે કબ્જે કર્યા હતા. આ ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ 1 લાખ 9 હજાર 500, એક ગાડી જેની કિંમત 5 લાખ અને 26 લાખ 56 હજાર 250નું ચરસ ઝડપી પાડ્યું હતું

ઝડપાયેલા આરોપી

  • જાવેદ આદમ ઇસ્માઈલ રૂમાને (રહે, અશરફ એપાર્ટમેન્ટ-બી એ-4,ચાંદનગર કૌશા થાણે, મહારાષ્ટ્ર)
  • ઇરસાદ ઉંમર અબ્દુલ રહેમાન શેખ (રહે, શેખચાલ રૂમ નમ્બર 6,દરગાહ રોડ,અમૃતનગર મુંબઈ થાણે, મહારાષ્ટ્ર)
  • અબ્દુલ ગફાર અબ્દુલસત્તર અબ્દુલ મદાર શેખ (રહે 202 નિઝ કોમ્પ્લેક્ષ દરગાહ રોડ, શિવાજી નગર, મુબ્રા થાણે, મહારાષ્ટ્ર)
અન્ય સમાચારો પણ છે...