આગ:વડનગર નજીક આવેલી હિમાલયા કંપનીમાં આગ ફાટી નીકળતા અફરાતફરી, કારણ અકબંધ

મહેસાણાએક મહિનો પહેલા
  • મહેસાણા,વડનગર,વિસનગર ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડ્યા

મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર તાલુકામાં આવેલા હિમાલયા કંપનીમાં આજ સાંજે આગ લાગતા તંત્ર દોડતું થયું હતું. આગની ઘટના જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુના તાલુકાઓના ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

મહેસાણા જિલ્લામાં આવેલા વડનગરના સુલતાનપુર નજીક હિમાલયા કંપની આવેલ છે, આ કંપનીમાં આજરોજ અગમ્ય કારણોસર આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ગોટેગોટા હવામાં ઉડતા જોવા મળ્યા હતા. જ્યા કામ કરતા તમામ કર્મચારીઓને યોગ્ય સમયે બહાર કાઢવામાં આવ્યા હતા.

આગની જાણ થતાં તંત્ર દોડતું થઈ ગયું હતું જ્યા મહેસાણા,વડનગર,વિસનગરના ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી આગ બુઝાવવા કામે લાગ્ય હતા. જોકે આગ ક્યાં કારણે લાગી એ કારણ હજુ અંકબધ છે. તેમજ નુકશાન અંગેની વિગતો તપાસ બાદ જ જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...