તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના અને દિવાળી પર્વ પર ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરના આરતી અને દર્શન બંનેના સમયમાં ફેરફાર કરાયો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદીમાં જણાવ્યું છે કે, બેસતા વર્ષથી લઇને લાભ પાંચમ સુધી આરતી-દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. અંબાજી માતાના મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતાને ખાતર આરતી તથા દર્શનનો સમય પણ જાહેર કરવામાં આવ્યા છે. (દર્શન અને આરતીનો સમય જોવા માટે અહીં ક્લિક કરો)
દિવાળીએ જ કાળમુખી ક્રેટાએ વાડ કરતા 3ને કચડી માર્યા
રાધનપુરથી સાત કિલોમીટર દૂર આવેલા કલ્યાણપુરા ગામમાં કાળી ચૌદસની વહેલી સવારે સાતેક વાગ્યાના સુમારે નેશનલ હાઇવેની સાઇડ પર આવેલા ખેતરમાં પાંચ યુવાન ખેડૂતો ખેતરની વાડ કરી રહ્યા હતા. દરમિયાન કચ્છ તરફથી આવાતા ક્રેટા ગાડીના ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો. ક્રેટા સર્વિસ રોડ પરથી ઉતરીને ફૂલસ્પીડમાં ખેતરમાં ઘૂસી હતી. જેમાં વાડ કરી રહેલા 3 લોકોને ક્રેટાએ અડફેટે લેતા ત્રણેયના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 2નો ચમત્કારિક બચાવ થયો હતો.
ઉત્તર ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો
રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવા 995 કેસ નોઁધાયા છે. તેમાં ઉત્તર ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. પાટણમાં 30, મહેસાણામાં 55, બનાસકાંઠામાં 60 , અરવલ્લીમાં 5 અને સાબરકાંઠામાં 22 નવા કેસો નોંધાયા છે. પાંચેય જિલ્લામાં આજે 172 કેસ નોંધાયા છે. જ્યારે પાટણમાં 38, મહેસાણામાં 28, સાબરકાંઠામાં 17 એમ કુલ ત્રણ જિલ્લામાં 83 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે બનાસકાંઠામાં એક દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે.
બાલીસણામાં પિતાએ દેવું કરતાં યુવાનની હત્યા કરાઈ હતી
પાટણ એસઓજીએ બાલીસણામાં 12 ડિસેમ્બરે વિષણુ ઠાકોરની હત્યા કરી ફેંકી દીધેલી લાશ મળી હતી. આ ગુનાને પાટણ એસઓજીએ ડિટેક્ટ કરી લીધો છે. યુવકની હત્યા તેના પિતાએ દેવું ભરપાઈ ન કરતા કરવામાં આવી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે કોચવા ગામના 2 શખ્સને હત્યાના ગુનામાં દબોચી લીધા છે.
હારીજમાં રોડ પર જતી કાર અચાનક સળગીને ભસ્મીભૂત થઈ
હારીજમાં પાટણ રોડ પર જય મિલ પાસે મારૂતી કાર સળગી ગઈ હતી. સ્પાર્ક થવાથી કારમાં આગ લાગી કે અન્ય કારણોસર આગ લાગી હતી તેની વિગત બહાર આવી નથી. આગને પગલે દહેશત જોવા મળી હતી. હારીજ પાલિકા પાસે આગને કાબૂમાં લેવાના પૂરતા સાધનો ન હોવાથી આગમાં કાર હોમાઈ ગઈ હતી.
દીપાવલીના તહેવારોમાં બહુચરાજી મંદિર રોશનીથી ઝળહળી ઊઠ્યું
શક્તિપીઠ બહુચરાજી સ્થિત બાલા ત્રિપુરા સુંદરી બહુચર માતાજીનું મંદિર દીપાવલીના તહેવારોને લઇ કરાયેલી રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા માઇમંદિરને કરાયેલી આકર્ષક રોશનીથી દિવ્ય માહોલ રચાય છે. આ વર્ષે દીપમાળને પણ 1008 દીવડાથી સજાવાયો છે. સમગ્ર મંદિર પરિસર દૈદિપ્યમાન બની ઝગમગી રહ્યું છે.
શિયાળામાં જ સિપુ ડેમમાં માત્ર 6 ટકા પાણી જ બચ્યું
દાંતીવાડા તાલુકામાં આવેલા સિપુ ડેમ ખાલી ખમ છે, ડેમ ઉપરવાસમાં વરસાદ નહીંવત હોવાથી પાણીની આવક બિલકુલ થઈ નથી. જેના લીધે આ ડેમમાં હાલમાં માત્ર 6 ટકા પાણી બચ્યું છે.ચોમાસુ બાદ આ સિપુ ડેમ આધારિત 25 ગામોમાં 16 હજાર હેક્ટર જમીનમાં વાવેતર થાય છે, પરંતુ ચાલુ વર્ષે ઉપરવાસમાં ચોમાસુ નબળું હોવાથી સિપુ નદીમાં પાણીની આવક નોંધાઇ નથી અને ડેમ ખાલી છે. ડેમના પાણી વડે સિંચાઇ થકી ખેતી કરતા 25 ગામોના ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. વિસ્તારમાં ટ્યુબવેલ પણ ફેલ થઈ રહ્યા છે, પાણીના સ્ત્રોત છે, તેના પણ તળ ઊંડા જઈ રહ્યા છે.
વિસનગરની વસુંધરા સોસાયટીના વીજપોલ પર અજાણ્યો વ્યક્તિ ચડી ગયો
એક અજાણ્યો વ્યક્તિ વિસનગર શહેરના ગોવિંદ ચકલા વિસ્તારમાં વસુંધરા સોસાયટીના નાકે વીજપોલ પર ચડી ગયો હતો. જેને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તેને વીજપોલ પરથી ઉતરવા માટે લોકોના પ્રયાસ નિષ્ફળ રહેતા આખરે વીજ કંપનીએ વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. વીજકંપનીએ ક્રેન બોલાવીને તેને વીજપોલ પરથી નીચે ઉતાર્યો હતો. તેણે કયા કારણોસર ઉત્પાત મચાવ્યો તે જાણી શકાયુ નથી.
સાબરકાંઠા- અરવલ્લી જિલ્લાના માર્કેટયાર્ડોમાં આજથી 5 દિવસનું વેકેશન
દિપાવલી પર્વ ચાલી રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતના બે જિલ્લા સાબરકાંઠા અને અરવલ્લીમાં આજથી 5 દિવસનું દિવાળી વેકેશન શરૂ થયું છે. દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ સહિતના 5 દિવસ યાર્ડોમાં કામગીરી બંધ રહેશે. તથા લાભપાંચમે વેપારીઓ શુભ મુહૂર્તમાં પોતાના રોજગાર-ધંધાની શરૂઆત કરશે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.