તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાલી જગ્યા ભરવામાં આવી:ઉત્તર ગુજરાતના 3 મામલતદારની બઢતી સાથે બદલી, બે નવા અધિકારીઓ મળ્યા

મહેસાણા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પ્રાંત અધિકારીની ખાલી જગ્યા ભરવામાં આવી

ઉત્તર ગુજરતના ત્રણ મામલતદાર બઢતી સાથે બદલી થતાં બે નવા અધિકારીઓ નિમાયા છે.

રાજ્યના મહેસુલ વિભાગે સોમવારે રાજ્યના 9 મામલતદારોને નાયબ ક્લેક્ટર સંવર્ગની બઢતી સાથે બદલીનો હુકમ કર્યો હતો. જેમાં ઉત્તર ગુજરાતના 3 મામલતદારોની બઢતી મળી છે. જ્યારે 2 નવા અધિકારી પણ મળ્યા છે. મહેસાણા જિલ્લા સાંસદ શારદાબેન પટેલે ગત તા.25 મેના રોજ મહેસુલ મંત્રી કાૈશિકભાઇ પટેલને મહેસાણામાં કાયમી પ્રાંત અધિકારી આપવાની લેખિત રજૂઆત કરી હતી. જેને પગલે મહેસાણા પ્રાંત અધિકારી તરીકે એમ.બી. પટેલની નિમણૂંક કરાઇ છે.

આ મામલતદારોની બઢતી-બદલી

નામક્યાંથીક્યાં
ડી.કે. મજેતરજનસંપર્ક અધિકારી, મહેસાણા

ના.ચૂંટણી અધિકારી, સુરેન્દ્રનગર

એસ.કે. ડાભીમામલતદાર, જોટાણા, મહેસાણાના.કલેક્ટર, મોડાસા
એન.એસ. ડીયામામલતદાર, સરસ્વતિ, પાટણના.કલેક્ટર, પાટણ
ડી.એસ.નિનામામામલતદાર, શિહોર, ભાવનગર

ના.ચૂંટણી અધિકારી, બ.કાં.

એમ.બી.પટેલમામલતદાર, કામરેજ, સુરત

પ્રાંત અધિકારી, મહેસાણા

અન્ય સમાચારો પણ છે...