તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૌકતે વાવાઝોડું:ઉત્તર ગુજરાતમાં 17-18મીએ વાવાઝોડા સાથે તોફાની વરસાદની શક્યતા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરબીસમુદ્રમાં સર્જાયેલું તાૈકતે વાવાઝોડું ઉત્તર દિશા તરફ વધતાં તંત્ર એલર્ટ
  • જોટાણા, કડી અને બહુચરાજીમાં 52 થી 61 કિમી ઝડપે પવન ફૂંકાવાની આગાહી

અરબી સમુદ્રમાં સર્જાયેલું તાૈકતે વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. આગામી તા.17 મે ના રોજ આ વાવાઝોડું લગભગ 1060 કિલોમીટરનું અંતર કાપી રાજ્યના દરિયા કાંઠાથી અંદાજે 130 કિલોમીટર નજીક આવશે. વાવાઝોડાને લઇ આગામી તા.18 મે સુધી ઉત્તર ગુજરાતમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે.

એલર્ટના પગલે ખેડૂતોને કાપણી કરેલો પાક સત્વરે સુરક્ષિત કરવા તેમજ નવી કાપણી ન કરવાની સાથે પશુઓને ખુલ્લામાં ન બાંધવાની સુચના અપાઇ છે. વાવાઝોડાની અસર વર્તાતા તા.17 અને 18 મે ના રોજ ઉત્તર ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો છવાશે અને ભારે પવન તેમજ ગાજવીજ સાથે છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

મહેસાણાના 3 તાલુકામાં માઠી અસર
વાવાઝોડાના કેન્દ્ર બિન્દુથી 450 કિલોમીટર જેટલા વિસ્તારમાં તેની માઠી અસર વર્તાશે. હવામાન વિભાગની હાલની આગાહી પ્રમાણે વાવાઝોડાના 5 મા ઝોનમાં મહેસાણાના 3 અને પાટણના 4 તાલુકા આવી રહ્યા છે.

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે વાવાઝોડું અાગળ વધશે તો, આગામી તા.17 અને 18 મે ના રોજ મહેસાણાના જોટાણા, કડી અને બહુચરાજી પંથક તેમજ પાટણ જિલ્લાના સાંતલપુર, સમી, રાધનપુર અને હારિજ પંથકમાં પ્રતિ કલાકે 52 થી 61 કિલોમીટર ઝડપે વાવાઝોડું ફૂંકાશે. તેમજ ભારે કડાકા-ભડાકા સાથે અડધા ઇંચ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...