માવઠાની આગાહી:અરવલ્લી,મહેસાણામાં આજથી 3 દિવસ હળવો કમોસમી વરસાદની શક્યતા

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોડાસા અને આસપાસના વિસ્તારમાં વહેલી સવારથી મોડીસાંજ સુધી વાતાવરણ વાદળછાયું રહ્યું હતુ.શહેરમાં સમી સાંજે ધુમ્મસભર્યા વાતાવરણ સાથે કમોસમી માવઠું પડવાની પડવાની ભીતિ સેવાઈ હતી. - Divya Bhaskar
મોડાસા અને આસપાસના વિસ્તારમાં વહેલી સવારથી મોડીસાંજ સુધી વાતાવરણ વાદળછાયું રહ્યું હતુ.શહેરમાં સમી સાંજે ધુમ્મસભર્યા વાતાવરણ સાથે કમોસમી માવઠું પડવાની પડવાની ભીતિ સેવાઈ હતી.
  • માવઠાની આગાહી સાથે જિલ્લામાં વાદળો ઘેરાયા, અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનતાં ઉ.ગુ.માં 48 કલાક સુધી વાદળછાયું વાતાવરણ રહેશે
  • સાબરકાંઠા,બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠાંની શક્યતા નહીંવત

સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સાથે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં બુધવારે મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે 48 કલાક વાદળછાયુ વાતાવરણ રહેવાની તેમજ મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં છૂટોછવાયો હળવો કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાનું વાતાવરણ સામાન્ય રહે તેવી આગાહી હોવાથી ખેડૂતોને રાહત થઈ છે.

મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં બુધવાર સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. ગુરૂવારે મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં છૂટોછવાયો હ‌ળવો કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરાઇ છે. જેના કારણે આગામી 48 કલાક સુધી વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે. બુધવારે ડીસાનું તાપમાન મહત્તમ 1.8 સેલ્સિયસ ઘટીને 30.3 અને લઘુત્તમ તાપમાન 2.1 સેલ્સિયસ વધી 15.5 નોંધાયું હતું. જ્યારે હવામાં 57 થી 45 ટકા ભેજ નોંધાયો હતો. પવનની ગતિ 7 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી.

સા.કાં.માં ખેતીવાડી વિભાગ દ્વારા એડવાઈઝરી જારી
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતાં ખેતીવાડી અધિકારી વી.કે.પટેલે જણાવ્યુ કે ખેડૂતોએ પોતાની ખરીફ જણસો અગામી ત્રણેક દિવસ દરમિયાન સાચવીને રાખવી અને શક્ય હોય તો વેચાણ માટે બજારમાં લઇ ન આવવુ સલાહ ભર્યું છે.

અરવલ્લીમાં આગાહી પગલે ખેડૂતોને સાવચેત રહેવા ખેતીવાડી વિભાગ દ્વારા અપીલ
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ ૧૮ અને ૧૯ નવેમ્બરના રોજ અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી છૂટા છવાયાં ઝાપટાં પડવાની શક્યતાઓને લઇ ખેડૂતોએ કાળજી રાખવા ખેતીવાડી વિભાગ દ્વારા અપીલ કરાઇ છે.

  • હાલમાં બીટી કપાસમાં પાક તૈયાર થયેલ હોય તૈયાર કપાસની વીણી તાત્કાલિક ધોરણે સલામત જગ્યાએ રાખવો }ખેડૂતોએ પોતાનો ઉત્પાદિત થયેલો પાક જેવા કે અડદ, મગ, બાજરી, મગફળી જેવી ખેત પેદાશ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા અથવા તાડપત્રીથી ઢાંકીને રાખવી અને તાડપત્રી હાથવગે રાખી વેચાણ અર્થે એપીએમસી અથવા વેચાણ અર્થે લઇ જવાતી ખેત જણસીઓ તાડપત્રી ઢાંકીને લઇ જવી અને હવામાન શક્ય હોય તો વેચાણ ટાળવા માટે અપીલ કરાઈ છે.
  • એપીએમસીમાં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા વેપારીઓને વિનંતી કરાઈ છે.
  • પશુપાલકોને પશુઓ માટેના ઢાળીયા કે કાચા શેડ વ્યવસ્થિત રાખવા અને પવનમાં ઊડે નહીં તે માટે સુરક્ષિત કરવા }શાકભાજી વગેરે તૈયાર હોય તો તુરંત ઉતારી લેવું.
  • શિયાળુ વાવેતરમાં બટાકા, ચણા, ઘઉં અને રાયડાનુ વાવેતરની કામગીરી બે દિવસ બાદ કરવી.
  • બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે સુરક્ષિત ગોડાઉનમાં પલડે નહીં તે મુજબ રાખવો.
  • ઉભા પાકમાં હાલ તુરંત નાઈટ્રોજનયુક્ત ખાતર એટલે કે યુરિયા આપવાનું શક્ય હોય તો ટાળવું.
  • આગાહીને ધ્યાને લઇ મોબાઇલ ફોન ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવું અને સલામતી માટેની તમામ વ્યવસ્થા રાખવી.
અન્ય સમાચારો પણ છે...