તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા ઉપનગર જૈન સંઘમાં પ્રેરણામૃતમાં મુનિરાજ શ્રી રાજસુંદરવિજયજી મ.સા.એ કહ્યું કે, એકવાર ચાહત અને નફરત વચ્ચે ઝઘડો થઈ ગયો કે, બંનેમાં વધુ સારૂ કોણ? બંને પોતાની જાતને સારી બતાવવાનો પ્રયાસ કરતા હતા. પણ કંઈ નિર્ણય આવતો ન હતો. આખરે પોતાના માલિક હૃદય પાસે જઈને ઉકેલવાનું નક્કી કર્યું. બંને પહોંચ્યા હૃદય પાસે. બંનેએ પોતપોતાના પ્રસ્તાવ મૂક્યા, સચોટ દલીલો રજૂ કરી. હૃદય સમજે છે કે સારી તો ચાહત જ છે. પણ તેવો નિર્ણય જાહેર કરીને નફરતને નારાજ કેમ કરવી અને જો નફરત નારાજ થાય અને મારી સાથે જ નફરત કરે તો મને નહીં ગમે અને ચાહતને અન્યાય ન થાય તેનું ધ્યાન રાખવાનું છે.
હૃદયે સરસ રસ્તો અપનાવ્યો. બંનેની ચર્ચા, વાદ-વિવાદ પૂર્ણ કરાવીને કહ્યું, હું ન્યાય આપું પણ તે પૂર્વે તમારે બંનેએ સામે પાંચસો ડગલાં દૂર જે વિશાળ વટવૃક્ષ દેખાય છે? ત્યાં જઈને પાછા આવવાનું છે. આવશો એટલે હું નિર્ણય આપી દઈશ કે, તમારા બંનેમાં ખરેખર કોણ વધુ શ્રેષ્ઠ છે? ચાહત અને નફરત બંને દોડવા લાગ્યા. બંને ફટાફટ દોડીને વટવૃક્ષને હાથ અડાડીને પાછા આવ્યા. હૃદય પાસે આવીને બેસી ગયા અને કહ્યું જલ્દી નિર્ણય આપો. હૃદયે નિર્ણય આપતાં કહ્યું, મારાથી તમે બંને દૂર જતા હતા ત્યારે નફરત તું સારી લાગતી હતી અને મારી પાસે આવતા હતા ત્યારે ચાહત તું સારી લાગતી હતી. હૃદયના નિર્ણયથી બંને ખુશ થઈ ગયા. હૃદયે પણ વાસ્તવિક વાત જણાવી અને એકને પણ નારાજ કરવાની જરૂર ના પડી. આપણે આપણાં હૃદયમાં રહેલી નફરતને દૂર કરવી જોઈએ અને ચાહતને પ્રતિષ્ઠિત કરવી જોઈએ. ચાહત અને નફરત વચ્ચેની એક ભેદરેખા સમજવા જેવી છે કે, નફરત એ આગ છે જેસળગાવવાનું કામ કરે છે, તો ચાહત એ બાગ છે જે સતત સૌને સુવાસિત કરવાનું કામ કરે છે.
અંગારાની આગ બીજાને તો બાળે જ છે, પણ પોતાના આધારને પણ બાળે છે. તેમ નફરત પણ બીજાની સાથે આપણાં હૃદયને સતત બાળતી રહે છે. તો આવી બાળનારી નફરતને દૂર કરી સુવાસ પ્રસારિત કરનાર ચાહતને-પ્રેમને હૃદયમાં સ્થાન આપીએ.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.