5-G રીસર્ચ સેન્ટરની સરાહના:કેન્દ્ર સરકારના હાઇ-લેવલ ડેલિગેશને ગણપત યુનિવર્સિટીના ફાઇવ-જી રીસર્ચ સેન્ટરની મુલાકાત લીધી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાને દિલ્હીથી આ સેન્ટરની કામગીરી અંગે નિરીક્ષણ કરવા ખાસ કમિટી મોકલી
  • ડેલિગેશને ગણપત યુનિવર્સિટીના ફાઈવ-જી ઈક્વિપમેન્ટની ભારે સરાહના કરી
  • કમિટીએ યુનિવર્સિટીની વિશેષ શૈક્ષણિક સુવિધાઓ અને સેવાઓનું પણ નિરીક્ષણ કર્યું

કેન્દ્ર સરકારની ટેલિકોમ ક્ષેત્રની અગ્રણી સંસ્થા traiના ચેરમેન ડો. વાઘેલાની આગેવાની હેઠળ ભારત સરકારની એક હાઈલેવલ કમિટીએ તાજેતરમાં જ ગણપત યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. આ કમિટીમાં ટ્રાઈના સેક્રેટરી રઘુનંદન, વડાપ્રધાન કાર્યાલયના ડેપ્યુટી સેક્રેટરી આમ્રપાલી કાટા, ટ્રાઈ અને ડીઓટીના મેમ્બર એ.કે તિવારી, ડ્યૂટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજકુમાર ઉપાધ્યાય, એજ્યુકેશન ડિપાર્ટમેંટના જોઇન્ટ સેક્રેટરી સૌમ્યા ગુપ્તા, AICTEના વાઇસ ચેરમેન ડૉ. એમપી પુનિયા, DDGS-DOTના એસ કે સિંઘલ, ગુજરાત રાજ્યના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરી એસ.જે હૈદર, એજ્યુકેશન કમિશ્નર એમ નાગરાજન અને ટ્રાઇના ગુજરાત સ્થિત અધિકારીઓ પણ શામેલ હતા.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા ભારત અને ભારત અને ડિજીટલ ઇન્ડિયાના નિર્માણની ઝુંબેશ ચાલે છે તેમાં 5g ક્ષેત્રે અભ્યાસ અને રિસોર્ટ માટે એક ઇકો સિસ્ટમ ડેવલપ થાય એવી દિશામાં ગણપત યુનિવર્સિટી પણ કંઈક નક્કર પ્રદાન કરી શકે તે માટે VUBIQ કંપની નિર્મિત haulpass ઇક્વિપમેન્ટ વસાવી 5-G સેન્ટર ઉભું કર્યું છે. આ કેન્દ્રના નિરીક્ષણ અને તેના ભાવિ આયોજન અંગે વિચાર-વિમર્શ કરવો એ આ કેન્દ્ર સરકારના ડેલિગેશનનો મુખ્ય ઉદ્દેશ હતો. ગણપત યુનિવર્સિટીના પ્રોફેસર ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ મહેન્દ્ર શર્માએ ડેલિગેશને આવકાર્યું હતું.

ગણપત યુનિવર્સિટીના પેટ્રોન-ઇન-ચીફ અને અને પ્રેસીડેન્ટ ગણપતભાઈ પટેલે પ્રતિનિધિ મંડળને સંબોધતાં કહ્યું હતું કે ગણપત યુનિવર્સિટીને અમે ભારતની શ્રેષ્ઠ વિદ્યા પરંપરાના પ્રતીક સમી નાલંદા વિદ્યાપીઠ, આદર્શ અને આધુનિક યુગની ઉત્તમ ટેકનોલોજીથી સજ્જ એવી સ્ટેનફર્ડ યુનિવર્સીટી સમી હાઇટેક યુનિવર્સિટી બનાવવા ઈચ્છીએ છીએ. ગણપત યુનિવર્સિટીની વિકાસ યાત્રા વિશેનું તેમનું વિઝન શેર કરતા ગણપતભાઈ પટેલે એવું પણ કહ્યું હતું કે ફાઈવ જી ઇન્ટરનેટ સર્વિસ, મશીન લર્નિંગ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, બિગ ડેટા, ઓટોનોમસ કાર, સાયબર સિક્યોરિટી, એઆર-વીઆર એજ્યુકેશન સંબંધિત વિવિધ પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓનું સશક્તિકરણ કરવું તે પણ અમારો એક ઉદ્દેશ છે.

યુનિવર્સિટીના અધિકારીઓ અને કેન્દ્ર સરકારના ડેલિગેશન વચ્ચે સંબંધિત અનેકવિધ વિષયો અને મુદ્દાઓ વિશે ચર્ચા વિચારણા થઇ હતી. જેમાં મહેમાન મહાનુભાવોએ સૂચવ્યું હતું કે 5-G ટેસ્ટ બેડ ડેવલપમેન્ટમાં અને કેટલાંક ટેસ્ટ કેસને આઇડેન્ટિફાઇ કરવામાં ગણપત યુનિવર્સિટીએ સહભાગી બનવું જોઈએ.

5-G સિસ્ટમ ડેવલપ કરવામાં દેશના જે કંઇ લોકોના જૂથ છે તેમની સાથે યુનિવર્સિટીએ અનુસંધાન સ્થાપવું જોઈએ. ગણપત યુનિવર્સિટીએ સ્થાપેલા સેન્ટરના haulpass ઇક્વિપમેન્ટની 10 gbps થ્રૂ પૂટ પૂરું પાડવાની પણ ક્ષમતા છે, જેનું કમિટીએ નિરીક્ષણ કર્યું હતું. 5-G ઇક્વિપમેન્ટની કાર્યક્ષમતા નિદર્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક speech live કરી એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડીંગ સુધી સફળતાપૂર્વક transmit કરવામાં આવી હતી, જે 10 gbpsના દરે થઈ શકી હતી. સમગ્ર પ્રતિનિધિમંડળ ડેલિગેશને આ કામગીરી જોઈ ગણપત યુનિવર્સિટીના આ ફાઈવ-જી ઈક્વિપમેન્ટની ભારે સરાહના કરી હતી, data transmissionની આ ક્ષમતાથી તેમણે પૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો.

ગણપત યુનિવર્સિટીના 5-G સેન્ટરની અભ્યાસ સંશોધનની કામગીરી અંગે નિરીક્ષણ અને વિચારવિમર્શ માટે દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ મોકલેલી હાઈલેવલ નિષ્ણાંત કમિટીએ ગણપત યુનિવર્સિટીની વિશેષ શૈક્ષણિક સુવિધાઓ અને સેવાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. જેમાં વિક્રમનેઇલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, માઈક્રો ફોરેસ્ટ કેમ્પસ, ઉપરનું વર્કિંગશીપ અને મારુતિ સુઝુકી વર્કશોપ જીમનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...