આયોજન:મહેસાણામાંથી રખડતાં ઢોર પકડી અમદાવાદ પાંજરાપોળમાં મોકલાશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંબાવાડી પાંજરાપોળને ઢોર સ્વીકારવા પત્ર લખાયો

મહેસાણા શહેરમાં છેલ્લા ત્રણ મહિનાથી રખડતાં ઢોર પકડવાની કામગીરી ઠપ હોઇ જાહેર માર્ગો પર રખડતાં ઢોરના અડિંગા જામેલા જોવા મળે છે. બીજી તરફ ડીસા, ઇડર પાંજરાપોળે ઢોર સ્વીકારવા ના પાડતાં પાલિકાએ અમદાવાદ આંબાવાડી પાંજરાપોળ સંસ્થાનો સંપર્ક કરતાં શુક્રવારે સંસ્થાએે ઢોર સ્વીકારવા પત્ર કરાયો છે.

નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતાં બિનવારસી ગાયોને પકડવામાં આવે છે, નિયત સમય મર્યદામાં પશુ છોડાવવા માલિક આવે નહી તો પકડેલા પશુઓની જાળવણી અને નિભાવણી પાલિકા દ્વારા થઇ શકે તેમ ન હોઇ જાહેર હીતમાં મહેસાણા પાલિકા પશુઓ અમદાવાદ સંસ્થાને સુપ્રત કરવા ઇચ્છે છે,ત્યારે સંસ્થા દ્વારા પશુઓ સ્વિકારવાની યોગ્ય વ્યવસ્થા કરી આપવા નગરપાલિકા દ્વારા સંસ્થાના મેનેજરને પત્ર કરાયો છે.સેનેટરી શાખાના સુત્રોએ કહ્યુ કે, સંસ્થા તેમના મંડળમાં પત્ર રજુ કરીને નિર્ણય કરશે, અનુદાન પશુદીઠ કેટલુ તે નક્કિ કરીને પાલિકાને જાણ કરશે.

ચીફ ઓફીસર અલ્પેશભાઇ પટેલે કહ્યંુ કે, મહેસાણામાંથી રખઢતાં ઢોર પકડીને અમદાવાદ પાંજરાપોળમાં સોપવા અંગે સંસ્થા સાથે વાતચીત ચાલી રહી છે. આ અંગે સંસ્થાને પત્ર કરાયો છે. સંસ્થા અનુદાન જણાવશે અને સંમતી મળ્યે મહેસાણા પાલિકા શહેરમાંથી રખડતાં ઢોર પકડીને આંબાવાડી પાંજરાપોળને સોંપશે.

અન્ય સમાચારો પણ છે...