સદનસીબે જાનહાનિ ટળી:ખેરાલુમાં કાર અને રિક્ષાનો અકસ્માત, ચાર લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ અરેઠી રોડ પર મોડી સાંજે એક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રીક્ષા ચાલક અને અન્ય ત્રણ મુસાફરોને ઇજાઓ થઈ હતી તમામ ઇજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે વડનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા.

ખેરાલુ તાલુકામાં આવેલા ગાજીપુરમાં રહેતા ઇબ્રાહિમ દીવાન પોતાની રિક્ષા બે મહિલા સહિત ત્રણ મુસાફરોને લઇ ને ખેરાલુ તરફ આવી રહ્યા હતા.ત્યારે સાંજે નાની વાડા પતિયાથી થોડેક આગળ આવતા સામેથી આવી રહેલ કારના ચાલકે ધડાકાભેર રિક્ષાને ટક્કર મારી હતી અકસ્માત ના રિક્ષામાં બેસેલા ત્રણ મુસાફરોને ઇજાઈ થઈ હતી.

ઘટના પગલે લોકોના ટોળેટોળાં વળી જતા ઘાયલોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફત નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ખેરાલુ પોલીસ મથકમાં ગાડી ચાલક સામે રીક્ષા ચાલકે ફરિયાદ નોંધાવી જેમાં પોલીસે વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...