તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લા પંચાયત:બહુચરાજી બેઠક પર હારેલા ઉમેદવાર રિપિટ,7 બેઠકો પર ગત ચૂંટણી લડેલા ઉમેદવારોના સગાને ટિકિટ મળી

મહેસાણા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • 42 પૈકી 38 બેઠકોના ઉમેદવાર ભાજપે જાહેર કર્યા, 4 બાકી
 • બલોલ, ગોઝારિયા, ખેરવા અને ઉનાવા બેઠકના નામને લઇ હજુ રહસ્ય ગત ટર્મમાં જીતેલા 9 પૈકી એકે સભ્યને ટિકિટ ના અપાઇ, 30 નવા ચહેરા

ભાજપે શુક્રવારે મહેસાણા જિલ્લા પંચાયતની 42 પૈકી 38 બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં એક માત્ર બહુચરાજી બેઠક માટે ગત ટર્મના ઉમેદવારને રિપિટ કરાયા છે. જ્યારે વિજાપુરની 3, વિસનગરની 2 અને કડીની 2 બેઠકો પર 2015માં ચૂંટણી લડેલા ઉમેદવારોના સગાને ટિકિટ આપી છે. બલોલ, ગોઝારિયા, ખેરવા અને ઉનાવા બેઠકના ઉમેદવારોના નામ ભારે ખેંચમતાણને પગલે જાહેર કરવાનું ટાળ્યું હતું. 30 બેઠકો પર નવા ચહેરાને તક અપાઇ છે. 2015માં કોંગ્રેસ 33 બેઠકો પર અને ભાજપ 9 બેઠકો પર જીત્યો હતો.

બહુચરાજી બેઠક પર ગત ચૂંટણીમાં હારેલા ઠાકોર તારાબેન રામાજીને રિપિટ કર્યા છે. જ્યારે 7 બેઠકોમાં વિજાપુરના ઓજીમાં 2015ના ઉમેદવાર કાળીદાસ પટેલના દીકરી અર્પિતાબેનને, ખરોડમાં 2015ના ઉમેદવાર સરપંચ મહેશજી ઠાકોરનાં પત્ની સંકાબેનને, સંઘપુરમાં 2015ના ઉમેદવાર અરૂણાબેન પટેલના પતિ રાજુભાઇને ટિકિટ અપાઇ છે.

જ્યારે વિસનગરના ગોઠવામાં 2015ના ઉમેદવાર સીતાબેન ઠાકોરના પતિ અરવિંદજીને અને સવાલામાં 2015ના ઉમેદવાર મુકેશભાઇ ચૌધરીના પત્ની જ્યાબેનને ટિકિટ અપાઇ છે. કડીના રાજપુરમાં 2015ના ઉમેદવાર જ્યોતિબેન જાડેજાના પતિ અને તાલુકાના રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ અજયસિંહને અને ડાંગરવામાં 2015ના ઉમેદવાર નીરૂબેન ડાભીના પતિ દિલીપસિંહને ટિકિટ આપી છે. બેઠકોના પ્રકારમાં થયેલા ફેરફારના કારણે ઉમેદવારોનું ચિત્ર બદલાયું છે.

પ્રમુખપદની 3 બેઠકો : સરપંચ અને જૂના કાર્યકરોને મેદાનમાં ઉતાર્યા
જિલ્લા પંચાયતનું પ્રમુખપદ અનુસુચિત જાતિ માટે અનામત હોઇ કાંસા એનએ, કૈયલ અને નાની કડી બેઠક પરથી ચૂંટાયેલા પૈકીના ઉમેદવાર પ્રમુખ બનશે. કાંસા એનએમાં સરપંચ પરમાર અમિષાબેન રાજેશભાઇ, કૈયલમાં દેવુસણાના અનુભવી કાર્યકર પરમાર અરૂણાબેન રામાભાઇ પર વિશ્વાસ મુક્યો છે. જ્યારે નાનીકડી બેઠક માટે આયાતી ઉમેદવાર તરીકે આગોલ ગામના પરમાર પ્રહલાદભાઇ ખોડીદાસની પસંદગી કરાઇ છે.

પૂર્વ જિલ્લા પ્રમુખનાં પ્રોફેસર ભત્રીજા વહુ સુંઢિયા બેઠકથી ચૂંટણી લડશે
જિલ્લા પંચાયતની સુંઢિયા બેઠક માટે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કેશુભાઈ પટેલના ભત્રીજા વહુ ભાવીષાબેન પ્રદીપભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. નામ જાહેર થતાં શુક્રવારે ભાવીષાબેને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેઓ કોમ્પ્યુટર સાયન્સમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં માસ્ટરનો અભ્યાસ કર્યો છે અને છેલ્લા 10 વર્ષથી પ્રોફેસર છે.

જિલ્લા પંચાયતની 4 અને તા.પંં.ની 9 બેઠક ઉપર ભાજપમાં જોરદાર ખેંચતાણ
જિલ્લા પંચાયતની બલોલ, ગોઝારિયા, ખેરવા અને ઉનાવા બેઠકના ઉમેદવારોની જાહેરાત બાકી.
તાલુકા પંચાયતમાં મહેસાણાની સામેત્રા, ગોઝારિયા-1 અને ખેરવા, ઊંઝામાં રણછોડપુરા, ખેરાલુમાં ડાલીસણા અને મંદ્રોપુર, વિજાપુરમાં કુકરવાડા-2 બેઠક પર ઉમેદવાર જાહેર ન કરાયા.

જિલ્લા પંચાયતના ઉમેદવારો

બેઠકઉમેદવાર

આંબલિયાસણ

રજવાડી પ્રિયંકા રજનીકાંત
દેદિયાસણ

પટેલ તૃશાબેન પીન્ટુભાઇ

લાંઘણજ

પટેલ મીનાબેન નરેન્દ્રભાઇ

લીંચ

ઠાકોર અંબાલાલ કુંવરજી

પાંચોટ

પટેલ મુકેશભાઇ ઇશ્વરભાઇ

સવાલા

ચૌધરી જ્યાબેન મુકેશભાઇ

કાંસા એનએ

પરમાર અમિષાબેન રાજેશભાઇ

ગોઠવા

ઠાકોર અરવિંદજી શંકરજી

કડા

પટેલ મીનાબેન અરવિંદભાઇ

ભાન્ડુ

પટેલ ભૂમિકાબેન પ્રિતેશભાઇ

નાનીકડી

પરમાર પ્રહલાદભાઇ ખોડીદાસ

નંદાસણ

પટેલ વિનોદ રણછોડભાઇ

કૈયલ

પરમાર અરૂણાબેન રામાભાઇ

અગોલ

ચાઇના મોહસીનઅલી સિપાઇ

થોળ

રબારી દેવલબેન ઇશ્વરભાઇ

રાજપુર

જાડેજા અજયસિંહ મનોહરસિંહ

ડાંગરવા

ડાભી દિલીપસિંહ ઘનશ્યામસિંહ

બહુચરાજી

ઠાકોર તારાબેન રામાજી

મોઢેરા

પટેલ મયુરભાઇ અમૃતલાલ

રાંતેજ

ઝાલા વિરેન્દ્રસિંહ કીર્તિસિંહ

કહોડા

પટેલ સુરેખાબેન દેવેન્દ્રભાઇ

કામલી

પટેલ સુમિત્રાબેન કનુભાઇ

છાબલિયા

ઠાકોર સજનબેન હરગોવનજી

સિપોર

રાઠોડ યશવંતસિંહ બળવંતસિંહ

સુંઢિયા

પટેલ ભાવિષાબેન પ્રદીપભાઇ

સતલાસણા

ચૌહાણ વિરેન્દ્રસિંહ લાલસિંહ

સુદાસણા

ઠાકોર મંજુસાબા વિરેન્દ્રસિંહ

જોટાણા

પટેલ ગણપતભાઇ આત્માભાઇ

સુરજ

ઠાકોર ભારતીબેન અશોકજી

ડભોડા

ઠાકોર અશોકકુમાર પ્રહલાદજી

ડભાડ

ચૌધરી ઇન્દુબેન માનસિંહભાઇ

મલેકપુર

ચૌધરી અવચળભાઇ ખુશાલભાઇ

કુકરવાડા

પટેલ ભરતભાઇ બળદેવભાઇ

વિજાપુર ઓજી

પટેલ અર્પિતાબેન કાળીદાસ

ખરોડ

ઠાકોર સંકાબેન મહેશજી

ડાભલા

ચૌધરી મુકેશભાઇ શંકરભાઇ

સંઘપુર

પટેલ રાજુભાઇ શંકરભાઇ

લાડોલ

પટેલ અશોકભાઇ નટવરભાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો