પરીક્ષાથી વંચિત:SBIની પરીક્ષામાં રિસીપ્ટ-આધારમાં નામમાં એક અક્ષરમાં ખામીથી ઉમેદવારોને પ્રવેશ ન અપાયો

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા ચિરાગ પ્લાઝા સેન્ટરમાં ઘણા ઉમેદવારો નજીવી ભૂલમાં પરીક્ષાથી વંચિત

ભારતીય સ્ટેટ બેન્કમાં ઉમેદવારોની ભરતી માટે શનિવારે મહેસાણા ચિરાગ પ્લાઝામાં નિયુક્ત સેન્ટરમાં ઓનલાઇન પરીક્ષાની વ્યવસ્થા કરાઈ હતી. સવારે કેટલાક ઉમેદવારોને પરીક્ષાની રિસીપ્ટ અને આધારકાર્ડમાં માત્ર એક અક્ષરને લઈ મીસમેચ હોઇ સેન્ટરમાં પ્રવેશ અપાયો નહોતો. છેક 500 કિમી દૂરથી આવેલા પરીક્ષાર્થીઓએ પણ પરીક્ષાથી વંચિત રહેવું પડતાં રોષ વ્યક્ત કર્યો હતો અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું જણાવ્યું હતું.

મહેસાણા ચિરાગપ્લાઝામાં TCSION ડિઝિટલ ઝોનમાં SBIની એક-એક કલાકની બેચમાં ઓનલાઇન પરીક્ષા લેવાઈ હતી. જેમાં ઉમેદવારોની રિસીપ્ટ અને આધારકાર્ડ ઝીણવટપૂર્વક ચેક કરી એન્ટ્રી અપાતી હતી. જે પૈકી ઘણા વિદ્યાર્થીઓને નામના એક અક્ષરમાં ભૂલ હોય તો પણ તેમને પરીક્ષાથી બહાર કરી દેવાયા હતા. કચ્છના મુન્દ્રાથી આવેલા ડિમ્પલ મુકેશભાઈ સોલંકીએ જણાવ્યું કે, અમારી પરીક્ષા રિસીપ્ટમાં નામમાં અંઞ્રેજીમાં ડિમ્પલ માં ઈ ખેલો છે અને આધારકાર્ડમાં એ આવ્યો છે. 550 કિલોમીટર દૂરથી અમે આવ્યા, આ કેટલા અંશે યોગ્ય છે.

અમે ફોર્મ ફિલઅપ કર્યું, એ વખતે જ આધાર અને બધા ડોક્યુમેન્ટ આપ્યા હતા. તે વખતે માન્ય કેવી રીતે રહ્યું અને હવે કેમ નહીં. ચૂંટણીકાર્ડ અને પાનકાર્ડ પણ બતાવ્યું છતાં પરીક્ષા આપવા દીધી નથી. આવાં ઉમેદવારોની ફરીથી પરીક્ષા લેવી જોઈએ. 20થી વધુ ઉમેદવારોને નાની-નાની ભૂલમાં પરીક્ષાથી વંચિત રહેવું પડ્યું છે. અમે ઇમેલથી ઉચ્ચ કક્ષાએ વંચિત ઉમેદવારોની ફરીથી પરીક્ષા લેવા રજૂઆત કરીશું. સેન્ટરના જાણકાર સૂત્રોએ કહ્યું કે, એસબીઆઇ દ્વારા ટાટા મારફતે પરીક્ષાની વ્યવસ્થા કરાઈ છે. સેન્ટર સર્વિસ પ્રોવાઇડ કરે છે. જેમાં એસબીઆઇના નીતિ નિયમો પ્રમાણે ઉમેદવારોની પરીક્ષા લેવાય છે. જે-તે વખતે ફોર્મ ભરતી વખતે ઉમેદવારે કાળજી રાખવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...