તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:PSI અને ASI ની ભરતી પરીક્ષાના નિયમો બદલવા ઉમેદવારોની માંગ

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 25 મિનીટમાં 5 કી.મીની દોડ પૂરી કરનારને પ્રાથમિક લેખિત કસોટીની તક મળવી જોઇએ

રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા હાલમાં પી.અેસ.આઇ અને એ.એસ.આઇની ભરતી માટે ઓનલાઇન ઉમેદવારોના ફોર્મ ભરાઇ રહ્યા છે.જેમાં તાજેતરમાં ગૃહવિભાગ દ્વારા ભરતી માટેના કરાયેલા નિયમોથી ઘણા સક્ષમ ઉમેદવારોને અન્યાય થઇ શકે છે ત્યારે ભરતી પરીક્ષામાં નિયમોમાં બદલાવ કરવા અંગે મહેસાણામાં ઉમેદવારોએ કલેકટર કચેરીએ લેખિત આવેદન આપી રજુઆત કરાઇ હતી.જેમાં મુખ્યત્વે આ ભરતી માટેની દોડમાંથી 15 ગણા કેટેગરીવાઇઝ ઉમેદવારો જ બીજા તબક્કાની પ્રાથમિક લેખિત કસોટી માટે ઉતિર્ણ કરવાનો ક્રાઇટેરીયા કરાયો છે.

આ ક્રાઇટેરીયા રદ કરવા માંગ કરાઇ છે.25 મિનીટમાં 5 કીલોમીટરની દોડ પૂરી કરનાર તમામ ઉમેદવારોને બીજા તબક્કાની પ્રાથમિક લેખિત કસોટીની તક મળવી જોઇએ તેવી માંગ કરાઇ છે.તેમાંથી માત્ર 15 ગણા કેટેગરીવાઇઝ ઉમેદવારોને બીજી કસોટી માટે ઉતિર્ણની મર્યાદા રદ કરવી જોઇએ. આ ઉપરાંત પ્રતીક્ષા યાદી રાખવામાં આવે જેથી જે પરીક્ષા પાસ કરીને નોકરી સ્વીકારવા નથી ઇચ્છતા અથવા કોઇ કારણોસર ગેરલાયક ઠરાવવામાં આવે છે તો પ્રતીક્ષા યાદીમાંથી વિદ્યાર્થીઓને અધિકારી બનવાની તક મળે. ભરતી પરીક્ષામાં જે વિદ્યાર્થી કોલેજના છેલ્લા વર્ષમાં હોય છે એમને પરીક્ષા આપવાની તક આપવામાં આવે છે તો આ પોલીસ ભરતીમાં પણ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓદને તક આપવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો