રજૂઆત:ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓની માંગ, કાં પગાર વધારો કાં બદલી રદ કરો

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પગાર મુદ્દે કર્મચારીઓની જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત

મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ અેજન્સીના 3 વિભાગનો 70 કર્મીઓની બદલી કરાઇ છે. 70 પૈકી 40 જેટલી મહિલા કર્મીઅો છે. મહિને માત્ર 7 થી 15 હજારના પગાર ધરાવતાં અા કર્મચારીઅોને અપડાઉનનો ખર્ચ સાથે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. જેને લઇ સોમવારે કર્મીઓએ જિ.પં.માં ભેગા થયા હતા અને અા મામલે ડીડીઅોને રજૂઅાત કરી હતી.

વહીવટી સરળતા અને જાહેર સેવના હિતનું કારણ ધરી ડીઅારડીઅે નિયામક અને જિલ્લા વિકાસ અધિકારીઅે ગ્રામ વિકાસ વિકાસ અેજન્સીના અેસબીઅે, અેડીઅેમ અને મનેરગા વિભાગમાં કરાર અાધારિત ફરજ બજાવતાં 70 કર્મીઓની બદલીના અાદેશ કર્યા છે. અા મામલે બદલી પામેલા કર્મચારીઅો સોમવારે સવારે જિ.પં.માં અેકઠા થઇ ડીડીઓ ડો.અોમપ્રકાશને રજૂઅાત કરી હતી. અા અંગે કર્મચારીઅોઅે જણાવ્યું કે, ડીડીઅોઅે તાત્કાલીક બદલીના સ્થળે હાજર થવા જણાવ્યું છે.

તેમજ જે કર્મચારીઅોને બદલીથી મુશ્કેલી પડતી હોય તેમને વ્યક્તિગત લેખિતમાં રજૂઅાત કરશે તો અાગામી સમયમાં જ્યારે બદલી થશે ત્યારે જોઇશું અેમ કહ્યું હતું. કર્મચારીઅોને વધુમાં કહ્યું કે, મહિને 7 થી 15 હજારના અોછા પગારમાં 90 કિમીસુધીના અપડાઉનના ખર્ચ સાથે ઘર ખર્ચ કાઢવું મુશ્કેલ છે. અમારી માત્ર અેક જ માંગ છે કાંતો પગાર વધારો કાંતો બદલીનો હુકમ રદ્દ કરો. બીજી બાજુ કેટલાક કર્મચારીઅો અેવા પણ છે કે જેઅો 8 વર્ષથી અેક જ જગ્યાઅે ફરજ બજાવે છે. તેમ છતાં તેમની બદલી ન કરી ભેદભાવની નિતી અપનાવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...