ફરિયાદ:પૂર્વ પત્ની અને સાળાને સમાધાન માટે બોલાવી પતિએ તલવારથી હુમલો કરી અંગૂઠો કાપી નાખ્યો

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કડી તાલુકાના મોકાસણ ગામે બનેલી ઘટના, 7 શખ્સો વિરુદ્ધ સામસામે ફરિયાદ
  • સમાધાન માટે ગયેલી પૂર્વ પત્ની નરોડા પોલીસ મથકમાં ફરજ બજાવે છે

છુટાછેડા લીધા બાદ પૂર્વ પત્ની અને સાળાને સમાધાન માટે બોલાવી કડી તાલુકાના મોકાસણ ગામના યુવાને તલવારથી હુમલો કરી પૂર્વ સાળાનો અંગૂઠો અને હાથનું કાંડું કાપી નાખ્યું હતું. આ ઘટના અંગે કડી પોલીસ મથકમાં બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે.પોલીસ સૂત્રો મુજબ, નાની કડી ખાતે સંતરામ સીટીમાં આવેલી સરદાર રેસીડેન્સીમાં રહેતા પટેલ અલ્પેશ ભીખાભાઈની મોટી બહેન કિંજલ અમદાવાદના નરોડા પોલીસ મથકમાં ફરજ બજાવે છે.

તેણીનાં લગ્ન કડીના મોકાસણ ગામના પટેલ શંભુભાઈ જયંતીભાઈ સાથે થયા હતા, પરંતુ પતિ સાથે મનમેળ ન હોઇ છૂટાછેડા લીધા હતા. શંભુએ ફોન કરીને કહ્યું હતું કે તમે બધા મારા ઘરે આવો નહીંતર તમારી બેનને રોજ હેરાન કરીશ. આથી અલ્પેશભાઈ, તેમની બહેન કિંજલ અને પિતા ભીખાભાઈ સાથે મોકાસણ ગામે શંભુભાઈના ઘરે ગયા હતા. જ્યાં સમાજના માણસોની હાજરીમાં શંભુભાઈએ ઉશ્કેરાઈ જઇ અલ્પેશભાઈને ધારિયું મારતાં અંગૂઠો કપાઈ ગયો હતો.

જ્યારે રજનીશ ભગાભાઈ પટેલે તલવાર મારતાં કાંડાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. વધુ હોબાળો થતાં કિંજલબેનના સાસુ સવિતાબેન અને અભિજીત પટેલે પણ કિંજલને અને તેમના પિતાને લાકડીઓ અને ગડદાપાટુનો માર માર્યો હતો. આ અંગે અલ્પેશભાઈ પટેલે મોકાસણના શંભુ જયંતીભાઈ પટેલ, રજનીભાઇ ભગાભાઇ, સવિતાબેન જયંતીભાઇ અને અભિજીત અમૃતભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સામે પક્ષે શંભુભાઈ જયંતીભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, સોમવારે રાત્રે તેમના સસરા પટેલ ભીખાભાઈ શંભુભાઈ, સાળા અલ્પેશભાઈ અને તેમની પત્ની કિંજલબેન, મામાજી પંકજકુમાર ચારે જણા અમારી દીકરી ઉપર કેમ આક્ષેપો કરો છો કહી હુમલો કરી માર માર્યો અંગે શંભુભાઇએ ભીખાભાઇ પટેલ, અલ્પેશ ભીખાભાઇ પટેલ અને પંકજ અંબાલાલ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...