ફરિયાદ:મહેસાણાના બુટાપાલડીની યુવતીને દીકરી અવતરતાં પતિએ તરછોડી

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીએ સાસરિયાંના પાંચ સામે ફરિયાદ નોંધાવી

મહેસાણા તાલુકાના બુટાપાલડીની યુવતીને દહેજની માંગણી કરતા યુવતીએ પતિ, સાસુ-સસરા, દિયર નણંદ સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.બુટાપાલડીના પ્રેમલત્તાબેનના વર્ષ 2014માં બીજા લગ્ન વડનગરના રાજપુરના મહેશ પરમાર સાથે થયા હતા. 7 વર્ષના લગ્ન જીવન દરમિયાન 8 વર્ષનો પુત્ર અને 10 માસની દીકરી છે.

લગ્ન કર્યાના થોડા સમય સુધી સારૂ રાખ્યા બાદ સાસરીયાઓ પરિણીતાને ત્રાસ આપતા હતા. બીજી પ્રસૂતિ માટે પ્રેમલતાબેન પિયરમાં આવ્યા બાદ દીકરીનો જન્મ થયાને 10 માસ થવા છતાં તેડવા નહી આવતા સામાજીક ધોરણે સમાધાનના પ્રયાસો કર્યા હતા. પરંતુ, સાસરીયાઓ તેડવા નહી આવતા પ્રેમલતાબેને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પોલીસે પતિ મહેશ પરમાર, સસરા રમેશભાઈ સવાભાઈ પરમાર, સાસુ રંજનબેન, દિયર અજય અને નણંદ અનિતા સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...