તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાલમાં સિમેન્ટ અને સ્ટીલની ઉત્પાદક કંપનીઓ ગેરકાયદે રીતે કાર્ટેલ કરીને અસહ્ય ભાવ વધારો કર્યો હોઇ બાંધકામની પડતર કિંમત વધતી હોઇ ભાવ વધારાના વિરોધમાં ગુજરાતમાં ક્રેડાઇના સદસ્યો શુક્રવારે તેમની બાંધકામ સાઇડોમાં કામકાજ બંધ રાખી સ્થાનિક કલેકટરને રજૂઆત કરશે.જેમાં મહેસાણા શહેર સહિત જિલ્લામાં સરકારી, ખાનગી સાઇડોના બિલ્ડરો શુક્રવારે કામકાજ બંધ કરીને સિમેન્ટ, સ્ટીલ સહિત બાંધકામ સામગ્રીમાં ભાવ વધારાનો વિરોધ કરશે.
મહેસાણા શહેર ક્રેડાઇમાં 200 સહિત જિલ્લામાં 230 થી વધુ સદસ્યો જોડાયેલા છે.જે ગુજરાત ક્રેડાઇના પગલે શુક્રવારે બાંકધામ પડતર વધતાં વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવશે. બાંધકામ સામગ્રીના ભાવમાં વધારો થતાં પડતર કિંમત વધી હોવાથી વ્યવસાયકારો દ્વારા સખત વિરોધ કરાઇ રહ્યો છે.આ ભાવવધારાના કારણે નાછૂટકે મકાનોના વેચાણ ભાવમાં 15 થી 20 ટકાનો વધારો લાવવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે ત્યારે આ કૃત્રિમ ભાવ વધારાના વિરોધમાં એક દિવસ બંધ પાળશે.
મહેસાણા શહેર ક્રેડાઇના પ્રમુખ હિતેશભાઇ પટેલે કહ્યુ કે, સ્ટીલ, સિમેન્ટ, ડિઝલ, ડામર, પીવીસી સહિતની બાંધકામ સામગ્રીમાં સરેરાશ 25 ટકા જેટલી ભાવ વધારો થયો છે.જેના વિરોધમાં મહેસાણા શહેર સહિત જિલ્લામાં બાંધકામ વ્યવસાયકારો શુક્રવારે કામકાજ બંધ રાખનાર છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.