તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:મહેસાણાના ભોંયરાવાસમાં ભૂગર્ભ ગટર પછી રોડ બનાવો, ગટર સમસ્યા હલ ન થાય ત્યાં સુધી કામ અટકાવવા રહીશોની પાલિકામાં રજૂઆત

મહેસાણા24 દિવસ પહેલા
 • કૉપી લિંક

મહેસાણાના લાખવડી ભાગોળ ભોંયરાવાસથી આંબેડકર ચોક સુધી આરસીસી રોડ નવો બનાવાનું કામ હાથ ધરાયુ છે. અહીં ભૂગર્ભ ગટર લાઇન ખૂબ જ જૂની અને વારંવાર ગંદા પાણી ઉભરાવાની સમસ્યા સર્જાતી હોઇ રોડ નવિનીકરણ કરતાં પહેલા નવી ભૂગર્ભ ગટરલાઇન નાખવા વિસ્તારના રહીશોએ નગરપાલિકામાં માંગ કરી હતી.

આંબેડકર ચોક સુધી રોડ નવીનીકરણ કામ હાથ ધરાયુ છે.પરંતુ અહીં ભૂગર્ભ ગટરલાઇન ખૂબ જ જૂની અને કાર્યક્ષમતા પુરી કરી ચૂકી છે તેમજ કેટલીક જગ્યાએ ખુલ્લી ગટરો બંધ કરીને ભૂગર્ભ લાઇનમાં જોડવામાં આવતા વધુ કાર્યભાર ગટરમાં થવાથી વારંવાર લાઇન ચોકઅપ અને બ્લોક થવાની ગંભીર સમસ્યાના કારણે ગંદુ પાણી ફેલાતું હોય છે. ત્યારે ભૂર્ગભ ગટરલાઇનનું નવિનીકરણ કર્યા પછી રોડ કામ કરવુ, નહિતો પાછળથી ગટર ચોકઅપમાં રોડ ખોદકામમાં ખર્ચ માથે પડશે. એટલે નવીન ગટરલાઇન પછી રોડ કામ કરવા વિસ્તારના રહીશોએ રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો