ધમકી:દલાલીના રૂપિયા મામલે કલોલના વેપારીનું બ્રોકરોએ અપહરણ કર્યું

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
કડી પોલીસ સ્ટેશન - ફાઈલ તસવીર - Divya Bhaskar
કડી પોલીસ સ્ટેશન - ફાઈલ તસવીર
  • કડીના આદુંદરા અને લક્ષ્મીપુરાના 2 સહિત 5 શખ્સો સામે ફરિયાદ
  • વેપારીએ આદુંદરા ગામની સીમમાં 3 વીઘા જમીન ખરીદી હતી

એરફોર્સમાંથી નિવૃત્ત થયેલા અને હાલ હરિપુરા ગામની સીમમાં કારખાનું ચલાવતા કલોલના વેપારીનું દલાલીના રૂપિયા મામલે કડી વિસ્તારના જમીન દલાલોએ અપહરણ કરી ઢોર માર માર્યો હતો. કડી પોલીસે વેપારીની ફરિયાદના આધારે આદુંદરા અને લક્ષ્મીપુરાના 2 સહિત 5 શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

5 મહિના અગાઉ જમીન દલાલીના 95 હજાર આપ્યા હતા
પોલીસ સૂત્રો મુજબ, કલોલ શહેરના વામજ રોડ પર શિવાલય ટેનામેન્ટમાં રહેતા વિષ્ણુભાઈ નિરંજનભાઇ શર્મા એરપોર્ટમાં એસએનસીમાંથી નિવૃત્ત થઈ હાલ હરિપુરા ગામની સીમમાં જય ભવાની લેઝર અને મેટલ ઇન્ડસ્ટ્રીઝ નામે કારખાનું ચલાવે છે. 5 મહિના અગાઉ વિષ્ણુભાઈએ આદુંદરાના સુરેશભાઈ પટેલ અને લક્ષ્મીપુરાના ભરતભાઈ પટેલ નામના જમીન દલાલ મારફતે આદુંદરા ગામની સીમમાં ત્રણ વીઘા જમીન ખરીદી હતી અને જમીનના દસ્તાવેજ કર્યા પછી બંને જમીન દલાલોને વિષ્ણુભાઈએ 95 હજાર રૂપિયા પોતાના ખાતામાંથી ઓનલાઇન ટ્રાન્સફર કરીને આપ્યા હતા. તેમ છતાં બંને દલાલો વિષ્ણુભાઈને ધમકી આપી વધુ દલાલીની માંગણી કરતા હતા.

જમીન દલાલો અને અન્ય 3 માણસો માર મારીને કારમાં અપહરણ કર્યુ
​​​​​​​
5 દિવસ પૂર્વે બંને જમીન દલાલો અન્ય ત્રણ માણસો સાથે આવીને વિષ્ણુભાઈને કારખાનામાં ની અંદર જ રોડ અને ધોકા તેમજ લાકડીઓથી માર મારીને સ્વીફ્ટ કારમાં અપહરણ કરી લઈ જઈ મુઢ માર મારીને હરીપુરા રોડ પર ધક્કો મારી રોડની સાઇડમાં નાખીને જતા રહ્યા હતા ત્યારબાદ બાઇક ચાલકની મદદથી પોતાના કારખાને પહોંચી પોતાના દીકરાઓને બોલાવી સારવાર અર્થે દવાખાને પહોંચ્યા હતા. તેમજ સુરેશભાઈ પટેલ રહે આદુંદરા તા.કડી, ભરતભાઈ પટેલ રહે. લક્ષ્મીપુરા તા.કડી, મુન્નો નામનો ઈસમ, સરપંચ નામથી બોલાવેલ ઈસમ, અજાણ્યો ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...