તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માતની ભીતિ:મહેસાણા-ચાણસ્મા હાઇવે પરનો પુલ વાહનચાલકો માટે જોખણી, પુલની બન્ને સાઇડ બાવળો ઉગી નીકળ્યા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘણા સમય થી સાઈડો સાફ ન થતા બાવળો રોડ સુધી ઊગી નીકળ્યા
  • વાહન ચાલકો ને પુલ પર પસાર થવામાં પડી રહી છે હાલાકી
  • વળાંક લેતી વખતે સામેથી આવતા વાહનો બાવળના કારણે નજરે ન પડતા અકસ્માતની ભીતિ

મહેસાણા ચાણસ્મા હાઇવે પર બે પુલ આવેલા જે જ્યાં સત્વરે તંત્ર દ્વારા પુલની આજુબાજુની સાઈડો સાફ ન કરાતા અહીંયા કાંટાળા બાવળો ઊગી નીકળ્યા છે, જે મોટી દુર્ઘટના સર્જી શકે છે. બાવળોના કારણે બ્રિજ પર પસાર થતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.

એક બાજુ તંત્ર રોડ બનાવવામાં કરોડો ખર્ચ કરી નાખે છે ત્યારે બીજી બાજુ રોડના કામ પૂર્ણ થયા બાદ ડોકચિયા પણ કરતું નથી. જેથી રોડની કાળજી ના લેતા અનેક વાર સાઈડોમાં બાવળો ઊગી નીકળતા રોડ ઢંકાઈ જતા હોય છે. જેમાં મહેસાણા ચાણસ્મા હાઇવે પર આવેલા બે બ્રિજની સાઈડો સાફ ન થતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.

ધીણોજ પાસે આવેલ પુલની આજુબાજુમાં કાંટાળા બાવડો ઊગીને છેક રોડ પર આવી જતા બ્રિજ પર પસાર થતા વાહનોને અડધો રોડ છોડી સાઈડો લેવી પડે છે. તેમજ રોડ ની સાઈડોમાં ઊગી નીકળેલા બાવળો ક્યારેક મોટી દુર્ઘટના નોતરી શકે છે. પુલની બને સાઈડોમાં બાવડો ઊગી નીકળવાથી વાહન ચાલકોને વળાંકમાં સામે કયું વાહન આવી રહ્યું છે એ જોવું પણ મુશ્કેલ બન્યું છે, ત્યારે વાહન ચાલકો માંગ કરી રહ્યા છે કે સત્વરે આ બવાળોનું કટિંગ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...