• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Breaking Up And Breaking Up Are Two Different Things: When You Break Up, You Get Angry, When You Get Angry, You Feel Like Breaking Up: Rajasekharasurishwarji

સત્સંગ:સંબંધ તૂટવો અને તોડવો બંને અલગ છે : તૂટે ત્યારે ગુસ્સો આવે, ગુસ્સો આવે ત્યારે તોડવાનું મન થાય : રાજશેખરસુરીશ્વરજી મ.સા.

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં ચાર્તુમાસ પ્રસંગે પરમાત્મા પ્રત્યેની શ્રધ્ધા સાથે જીવનમાં સંબંધનું મહત્વ સમજાવાયું

મહેસાણાના ઉપનગર જૈન સંઘ ખાતે ચાર્તુમાસને લઇ ચાલતાં પ્રેરણામૃતમાં મંગળવારે ગુરુ ભગવંતોએ ઉપસ્થિત શ્રાવકોને પરમાત્મા પ્રત્યેની શ્રધ્ધા સાથે જીવનમાં સંબંધનું મહત્વ તેમજ મનના સંતોષ વિશે સમજ આપી હતી.  

સંબંધ તૂટ્યો હોય ત્યાર પછી ગુસ્સો આવે છે, જ્યારે ગુસ્સો આવતો હોય ત્યારે સંબંધ તોડવાનુ મન થાય છે

સત્સંગ સભામાં ગચ્છાધિપતિ આ.ભ. શ્રી વિ.રાજશેખર સુરીશ્વરજી મ.સા.એ કહ્યું કે, કેટલાક જીવો પરમાત્માને જડ અને નિષ્ક્રિય માને છે, જડ-પરમાત્મા પથ્થર છે, નિષ્ક્રિય-પરમાત્મા કંઈ જ કરતા નથી, પણ જો મનમાં શ્રદ્ધા હોય તો પરમાત્મા જીવંત તો છે જ, સાથે સક્રિય પણ છે. જીવનમાં ક્યારેય કોઈ સાથે સંબંધ તોડ્યો છે? સંબંધ તૂટવો અને સંબંધ તોડવો બંને અલગ છે. સંબંધ તૂટ્યો હોય ત્યાર પછી ગુસ્સો આવે છે, જ્યારે ગુસ્સો આવતો હોય ત્યારે સંબંધ તોડવાનુ મન થાય છે. કોઈ વ્યક્તિ ખોટા કાર્ય કરે તો તેના ઉપર તિરસ્કાર ભાવ પ્રગટ થાય, આપણું મન તો રોજ રોજ કેટલાય ખોટા વિચાર કરતું હોય છે. આપણને આપણા મન પ્રત્યે તિરસ્કારભાવ થાય છે?  જ્યાં કચરો હોય ત્યાં તિરસ્કાર ભાવ થાય, શરીરમાં રોજ કચરો દેખાય ત્યાં તિરસ્કારભાવ થાય?   

આપણા લાલચુ મનને સોનાના અને ચાંદીનાં અનંત કૈલાશપર્વતો મળે તો પણ મન સંતુષ્ટ ના થઇ શકે

મુનિ રાજસુંદર વિજયજી મ.સા.એ કહ્યું કે, આપણા મનને કેટલું મળે તો સંતોષની અનુભૂતિ થાય? સો કિલો સોનુ મળે તો સંતોષ થઈ શકે ખરી? અત્યારે ભલે હા લાગે પણ જ્યારે મળે ત્યારે તો સંતોષ થઈ જ ના શકે. મહાવીર સ્વામી ભગવાન ઉત્તરાધ્યયન સૂત્રમાં જણાવી રહ્યા છે કે આપણા લાલચુ મનને સોનાના અને ચાંદીનાં અનંત કૈલાશપર્વતો મળે તો પણ મન સંતુષ્ટ ના થઇ શકે. તૂટેલા નાના નાના નિમિતોમાં આપણે દુઃખી થતા હોઈએ છીએ, દીકરીએ પાણી ન આપ્યું તો દુઃખી, ચા ગરમ ન મળી તો દુઃખી, પત્નીએ કહ્યું ન માન્યું એટલે દુઃખી, પતિનું  પત્નીએ કહ્યું ન માન્યું એટલે દુઃખી નથી થતા, પરંતુ પત્ની પાસે અપેક્ષા રાખો છો એટલે તમે દુઃખી થાઓ.

અન્ય સમાચારો પણ છે...