તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરો ત્રાટક્યા:ખેરાલુના અમરપુરામાં બંધ મકાનનું તાળું તોડી રૂ. 5.16 લાખની તસ્કરી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તિજોરીમાંથી રૂ.2.18 લાખ રોકડ અને રૂ.2.98 લાખના દાગીના ગયા
  • દંપતી ઇડરના કાંનડા ગામે લોકાચાર ગયું અનેબંધ ઘરે તસ્કરો ત્રાટક્યા

ખેરાલુ તાલુકાના અમરપુરા (ચાડા) ગામનો પરિવાર સામાજિક કામે બહાર ગયો હતો, ત્યારે તસ્કરોએ બંધ મકાનના દરવાજાનું તાળું તોડી તિજોરીમાંથી રૂ.2.18 લાખ રોકડ અને રૂ. 2,98,700ના સોના-ચાંદીના દાગીના સહિત રૂ.5.16 લાખની મત્તા ચોરી ગયા હતા. આ મામલે ભૂપતજી ઠાકોરે ખેરાલુ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અમરપુરા (ચાડા) ગામના ઠાકોર કચરાજી ભગાજી શુક્રવારે તેમની પત્ની સાથે ઇડરના કાંનડા ગામે લોકાચાર ગયા હતા. ત્યારે આ તકનો ગેરલાભ લઇ ત્રાટકેલા તસ્કરોએ ઘરના દરવાજાનું તાળું તોડી અંદર રહેલી તિજોરીનું લોક તોડી રૂ.5,16,700નો હાથ ફેરો કર્યો હતો.

જેમાં રૂ.2.18 લાખની રોકડ ઉપરાંત રૂ.94 હજારની 2 તોલા સોનાની ટુમ્પીયો, રૂ.70,500નું દોઢ તોલા સોનાનું લોકીટ, રૂ.47 હજારની એક તોલા સોનાની બુટ્ટી, રૂ.17 હજારની 250 ગ્રામની ચાંદીની કાંબીયો, રૂ.34 હજારની 500 ગ્રામ ચાંદીની કાંબીયો, રૂ.13 હજારની 200 ગ્રામ ચાંદીની શેરો, રૂ.10,200ની 150 ગ્રામ ચાંદીની શેરો, રૂ.13 હજારની 200 ગ્રામ ચાંદીની ચુડી સહિત રૂ. 2,98,700ના દાગીના ચોરી ગયા હતા.આ મામલે ભૂપતજી ઠાકોરે ખેરાલુ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...