તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:દેવરાસણમાં બંધ મકાનનું તાળું તોડી રૂ. 85 હજારની મત્તાની ચોરી, નવરાત્રિમાં બંધ મકાનમાં ચોરી થઇ હતી

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો રૂ.34800ના સોના-ચાંદીના દાગીના, રૂ.40 હજાર રોકડા અને રૂ.10 હજારની 10 સાડી ચોરી ગયા

મહેસાણાના દેવરાસણમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરો રૂ.84 હજારની માલમત્તા ચોરી ગયા હતા. જે અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.મહેસાણા શહેરની અયોધ્યાનગર સોસાયટીમાં રહેતા મૂળ દેવરાસણના શૈલેશકુમાર હરિલાલ પંડ્યા ગત તા.17 ઓક્ટોબરના રોજ દેવરાસણ ગામે નવરાત્રિમાં સ્થાપના માટે ગયા હતા. સ્થાપન બાદ બંધ મકાનની મુલાકાત લેતાં મકાનનું તાળુ તૂટેલી હાલતમાં હતું.

ઘરમાં તપાસ કરતાં રૂ.34800ની કિંમતનાં સોના-ચાંદીના દાગીના, રૂ.40 હજાર રોકડા અને રૂ.10 હજારની કિંમતની 10 સાડીઓ મળી કુલ રૂ.84,800ના મુદ્દામાલની ચોરી થઇ હતી. જેને લઇ શૈલેશકુમારે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં અરજી આપી હતી. જોકે, ત્યાર બાદ તેઓ યજમાનવૃતિમાં વ્યસ્ત હોઇ 44 દિવસ બાદ મહેસાણા તાલુકા પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...