કાર્યવાહી:કડીના વડાવી ત્રણ રસ્તા પાસે અકસ્માત સર્જેલી ઈનોવામાંથી દારૂની બોટલો મળી

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કાર વિજ થાંભલા અને ઝાડ સાથે અથડાઈ, ચાલક ફરાર
  • પોલીસે રૂ. 2 હજારનો દારૂ કબજે લઈ નંબર આધારે ચાલક સામે ગુનો નોંધ્યો

કડીના મેડાઆદરજથી વડાવી ત્રણ રસ્તા જતાં બાપા સીતારામની મઢુલી પાસે અકસ્માતગ્રસ્ત ઈનોવામાંથી વિદેશી દારૂની 4 નંગ બોટલો મળી આવી હતી. વીજ થાંભલા સાથે અકસ્માત કરીને ચાલક ભાગી ગયો હોવાથી બાવલુ પોલીસે નંબરના આધારે ચાલક સામે ગુનો નોંધ્યો છે.

બાવલુ પીએસઆઈ એ.એન.દેસાઈ ગ્રામ પંચાયતની ચૂંટણીના બંદોબસ્તમાં હતા ત્યારે મેડાઆદરજથી વડાવી ત્રણ રસ્તા જતાં બાપા સીતારામની મઢુલી પાસે વાહન અકસ્માત થયો હોવાની જાણ થતાં સ્થળ ઉપર જતાં વીજ લાઈટના થાંભલા અને ઝાડના થડ સાથે અથડાયેલી જીજે-18 બીબી-5747 નંબરની ઈનોવા પડી હતી.

ઈનોવામાં તપાસ કરતાં વિદેશી દારૂની ફૂટેલી બોટલોના કાચ અને બોક્સ પડેલા હતા. જ્યારે રૂપિયા 2 હજારની કિંમતની 4 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂની બોટલો અને ઈનોવા ગાડી કબજે લઈ જીજે-18 બીબી-5747 નંબરની ઈનોવા કારના ચાલક સામે ગુનો નોંધીને ચાલકની શોધખોળ શરૂ કરી છે.

થાંભલાને નુકસાન થતાં લાઈનમેનની ફરિયાદ
વડાવી ત્રણ રસ્તા પાસે લાઈટના થાંભલાને નુકસાન કરવા બદલ મેડાઆદરજ સબ સ્ટેશનના લાઈનમેન અરવિંદભાઈ નિનામાએ જીજે 18 બીબી 5747 નંબરની કારના ચાલક સામે બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...