મહેસાણા LCBની તપાસમાં ખુલાસા:ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડવા બુટલેગરો 5થી લઇ 50 ટકાની ભાગીદારમાં સપ્લાય કરતા

મહેસાણા11 દિવસ પહેલા
  • બુટલેગર આશુ અગ્રવાલે કહ્યું - ટકાની ભાગીદારી સાથે અમે અલગ અલગ રાજ્યના ડ્રાઇવરનો ઉપયોગ કરતા

ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડનાર આશુ અગ્રવાલને મહેસાણા એલસીબી ટીમે થોડા દિવસ અગાઉ દબોચી લીધો હતો. આ કેસની તપાસ મહેસાણા એલસીબી ટીમ કરી રહી હતી. જેમાં અનેક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. ઝડપાયેલો બુટલેગર આંસુ પોતના મળતીયનો સાથે ટકાવારી ગોઠવી ગુજરાતમાં દારૂ ઘુસાડતો હતો.

બુટલેગર સાથે અન્ય 5 લોકો ટકાવારી પર દારૂ ગુજરાતમાં લાવતા
મહેસાણા એલસીબી ટિમ છેલ્લા ઘણા અમયથી આશુને ઝડપવા કામે લાગી હતી. ત્યારે આશુ થોડા દિવસ અગાઉ પોલીસની ઝપટમાં આવી જતા પોલીસે તપાસ માટે આશુના રિમાન્ડ પણ માગ્યા હતા. ત્યારે તપાસ દરમિયાન આશુ અગ્રવાલ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે, ગોપાલસિંગ નામની કંપની બનાવી વિનોદ સિંધી 50 ટકા, સુનિલ દરજી 20 ટકા, આનંદ પાલ સિંહ ઉર્ફ દીક્ષા 15 ટકા, આશુ અગ્રવાલ 10 ટકા અને લક્ષમણ 5 ટકા ભાગીદારમાં હરિયાણા, ચંદીઘઢ થતા રાજસ્થાનથી ગુજરાતમાં સપ્લાય કરતા હતા.

બનાવટી દારૂ ગુજરાતમાં ઘૂસાડવા વાહનોના ખોટા રજીસ્ટ્રેશન કરાવતા
બુટલેગર આશુને ઝડપયા બાદ મહેસાણા એલસીબી પીઆઇ એ.એમ. વાળાની ટીમેને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, બુટલેગર ગુજરાતમાં બનાવટી દારૂ ઘૂસાડવા ખોટા નામથી વાહનો રજીસ્ટ્રેશન કરાવી તેના પર ખોટી નંબર પ્લેટો લગાવી અન્ય રાજ્યના ડ્રાઇવરને ટીપ આપી અલગ અલગ ડ્રાઈવર મોકલી ગુજરાતમાં બનાવટી દારૂ ઘુસાડતા હતા.

1.76 કરોડનો વિદેશી દારૂ જિલ્લામાં પકડાયો
બુટલેગર આશુ અને તેના ભાગીદાર ભેગા મળી મહેસાણા જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષ દરમિયાન 1 કરોડ 76 લાખ 25 હજાર 801ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મહેસાણા જીલામાં પકડાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

બુટલેગરો દુબઇ આફ્રિકાના નમ્બર વાપરતા
બુટલેગર આશુ અને તેની ટોળકી ભેગા મળી ગુજરાતમાં મોટા પાયે વિદેશી દારૂ ઘૂસાડતા ત્યારે આ કેસમાં તપાસમાં સામે આવ્યું કે, જે આરોપી વિદેશી દારૂનો વેપાર કરે છે તેઓ પોલીસથી બચવા ટેકનોલોજીનો ઉપયોગ કરી ડોંગલ તેમજ વાઈફાઈ દ્વારા યુકે, આફ્રિકા, દુબઇ જેવા દેશોના મોબાઈલ નંબરથી વોટ્સએપ મારફતે એક બીજા સાથે દારૂ સપ્લાય અંગે વાત કરતા અને ખોટા નામ અને નમ્બરથી અલગ અલગ આંગડિયા પેઢીમાં હવાલા મારફતે પૈસાની આપ લે કરતા. ત્યારે હાલમાં પોલીસે આશુ અગ્રવાલના બે એકાઉન્ટ સીઝ કરી આ બુટલેગર ટોળકીએ વસાવેલી મિલકત બાબતે તપાસ કરી પ્રીવેન્સન ઓફ મની લેન્ડરીગ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

વાહનોનું ખોટા નામે રજિસ્ટ્રેશન, ખોટી નંબર પ્લેટ લગાવી હેરાફેરી
પોલીસે જણાવ્યું કે, વિદેશી દારૂના સપ્લાયરો એવા 5 ભાગીદારો દ્વારા રાજસ્થાન, હરિયાણા અને ચંદીગઢથી ખોટા નામે ટ્રક રજિસ્ટ્રેશન કરાવી તેના પર ખોટી નંબર પ્લેટ લગાવી અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ ડ્રાઇવરો મારફતે સમગ્ર ગુજરાતમાં દારૂ સપ્લાય કરતા હતા. એક ડ્રાઇવર પાસે એક જ ટ્રીપ મરાવી અને તેના રૂપિયા ચૂકવતા હતા.

આંગડિયા પેઢીના હવાલા મારફતે દારૂના રૂપિયાની આપ-લે
કરોડો રૂપિયાના દારૂના આ નેટવર્કમાં રૂપિયાની આપ લે ખોટા નામ અને નંબર થકી આંગડિયા પેઢીમાં હવાલા પાડી કરાતી હતી તેમ પોલીસ કહી રહી છે. એલસીબીએ ઝડપેલા આબુરોડના સપ્લાયર આસુનું એક બેન્ક એકાઉન્ટ પણ સીઝ કરાયું છે અને તેમાં થયેલા ટ્રાન્જેક્શનની તપાસ પોલીસ કરી રહી છે.

બુટલેગરો વાતચીત માટે ભારત બહારના નંબરોથી વોટ્સએપ કોલિંગ કરે છે...
પોલીસના હાથે ઝડપાઈ ન જવાય તે માટે કરોડો રૂપિયાના દારૂનું નેટવર્ક ચલાવનાર આ પાંચેય ભાગીદારો ડોંગલ અને વાઇફાઇથી યુકે, દુબઈ અને આફ્રિકા જેવા દેશોના મોબાઈલ નંબરથી વોટ્સએપ ઇન્સ્ટોલ કરી વોટ્સએપ કોલિંગથી વાતચીત કરતા હતા તેવું મહેસાણા એલસીબીની તપાસમાં બહાર આવ્યું છે.

ભાગીદારોની તમામ મિલકતો સામે મની લોન્ડરિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરાશે
​​​​​​​સમગ્ર ગુજરાતમાં દારૂ ઘૂસાડનાર આશિષ ઉર્ફે આસુ અગ્રવાલ સહિત તમામ ભાગીદારોએ વસાવેલી મિલકતોની તપાસ કરી તેમની સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. - રમેશભાઈ દેસાઈ, ડીવાયએસપી મહેસાણા

અન્ય સમાચારો પણ છે...