કવાયત:ગુજરાતમાં કરોડોના દારૂનું નેટવર્ક ચલાવનારો બુટલેગર વિનોદ સિંધી મહેસાણા જિલ્લાના 25 ગુનાઓમાં વોન્ટેડ

મહેસાણા8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં નાના ઉદ્યોગપતિઓ કરતાં પણ મોટું કરોડોનું દારૂનું નેટવર્ક ચલાવનાર વિનોદ સિંધી સામે મહેસાણા જિલ્લામાં પણ 25 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં રાજસ્થાન હરિયાણા સહિતના રાજ્યોમાંથી ગુજરાતમાં કરોડોનો દારૂ ઠાલવનાર વિનોદ દુબઇ ભાગી ગયો હોવાની ચર્ચા છે. બીજી તરફ પોલીસ તેને અફવા ગણાવીને સ્ટેટ વિજિલન્સ અને મહેસાણાની એલસીબી સહિતની ટીમો એ તેને ઝડપી પાડવા કવાયત કરી રહી છે.

સમગ્ર ગુજરાતમાં કરોડોનો દારૂનું નેટવર્ક ચલાવનાર વિનોદ સિંધીના જમણા હાથ સમા આબુરોડના આશિષ ઉર્ફે આસુ રમેશચંદ્ર અગ્રવાલ અને તેના દારૂના નેટવર્કનો હિસાબ રાખનાર મુનિમ સ્વામિનાયક લંબાણી રહે આબુરોડ બંનેની મહેસાણા એલસીબીએ ધરપકડ કરીને દારૂના મોટાભાગના નેટવર્કની કમર તોડી નાખી છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં પોતાના આશિષ ઉર્ફે આસુ જેવા ચારથી પાંચ જેટલા અંગત વ્યક્તિઓ મારફતે દારૂ ઘુસાડનાર વિનોદ સિંધી સામે પણ મહેસાણા જિલ્લામાં વિદેશી દારૂના 25 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

વિનોદ સિંધી દુબઈ નાસી ગયો હોવાની પોલીસ બેડામાં અને બુટલેગર આલમમાં ચર્ચા છે. જોકે આ અંગે મહેસાણા એલસીબીના પી.આઈ અજીતસિંહ વાળાએ જણાવ્યું હતું કે વિનોદને પોલીસ પકડે નહીં તે માટે અને તેની સામે ચાલી રહેલી સઘન તપાસ ફોરેનના નામે ડાયવર્ટ કરવા તેના જ માણસોએ ફેલાવેલી આ એકમાત્ર અફવા છે અને એલસીબીએ વિનોદને પકડવા માટે સંપૂર્ણ કવાયત હાથ ધરી છે.

રાજસ્થાન-હરિયાણામાં તપાસ
કરોડોના દારૂના નેટવર્કનો મુખ્ય હિસ્સો બની ચૂકેલો આશિષ અગ્રવાલ ઉર્ફે આસુ એલસીબીના રિમાન્ડ ઉપર છે પીએસઆઇ રમેશ ચૌધરી અને તેમની ટીમે આસુને સાથે રાખી વિદેશી દારૂનો જથ્થો જ્યાંથી ભરાતો હતો તે રાજસ્થાન અને હરિયાણાની ફેક્ટરીઓ અને ઠેકાઓમાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...