મહેસાણા જિલ્લા સહિત પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સપ્લાય કરનાર બુટલેગરને મહેસાણા એલસીબી ટીમે બે દિવસ અગાઉ વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો, બાદમાં આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. વધુ તપાસ માટે કોર્ટ આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
વિદેશી દારૂ ભરેલી આઈસર ગાડી ઝડપી હતી
મહેસાણા એલસીબી ટીમે 26 જૂનના રોજ મહેસાણા બાયપાસ ફતેપુરા સર્કલ પાસે પલોદર રોડ પરથી વિદેશી દારૂ ભરેલી આઈસર ગાડી ઝડપી હતી. પોલીસે કુલ 43 લાખ 74 હજાર 460નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સિકંદર સીંગને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન આસું ઉર્ફ આશિષ અગ્રવાલનું નામ આપ્યું હતું.
આશિષને વોચ ગોઠવી દબોચી લીધો
મહેસાણા એલસીબી ટીમે આશિષ ઉર્ફ આસુંને ઝડપવા એક ટીમે રાજસ્થાન પહોંચી હતી. બુટલેગરે પોતાની ગાડી લઇ અમદાવાદ જતો હોવાની જાણ પોલીસને થતા રાજસ્થાન ગયેલી ટીમે મહેસાણા એલસીબી ટીમને આ મામલે જાણ કરી હતી અને રાત્રી દરમિયાન આસું ઉર્ફ આશિષને વોચ ગોઠવી દબોચી લીધો હતો.
ઝડપાયેલા આરોપીને આજે મહેસાણા કોર્ટમાં લઇ જવામાં આવ્યો હતો.સરકારી વકીલ પરેશ કે દવે એ કોર્ટ માં દલીલ કરી હતી કે ઝડપાયેલા આરોપી અને તેના સાગરીતો ભેગા મળી મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં વિદેશી દારૂ સપ્લાય કરતા હતા અને આરોપી વિરુદ્ધ મહેસાણા જિલ્લામાં 26 જેટલા પ્રોહિબિશનના ગુન્હા નિધાયેલા છે.ઝડપાયેલા આરોપી વિદેશી દારૂ કયાથી લાવતો,ક્યાં પહોંચાડતો,ખોટી વહાન નમ્બર પ્લેટ,RC બુક, તેમજ ખોટી બીલટી કયા બનાવતો એ દિશામાં તપાસ માટે દલીલો કરતા મહેસાણા કોર્ટ આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.