કાર્યવાહી:ઊંઝાના દારૂના કેસમાં બુટલેગર આશુ અગ્રવાલને 3 દી'ના રિમાન્ડ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6308 બોટલ વિદેશીદારૂના કેસમાં નામ ખૂલ્યું
  • ​​​​​​​ક્યાંથી ક્યાં દારૂ ડિલિવર કરતો તેની તપાસ કરાશે

ઊંઝામાં 6308 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપાયેલા શખ્સોની પૂછપરછમાં આબુ રોડના સપ્લાયર આશિષ ઉર્ફે આશુ રમેશચંદ્ર અગ્રવાલનું નામ ખૂલતાં પોલીસે ધરપકડ કરી ઊંઝા કોર્ટમાં રજૂ કર્યો હતો. જેને તા.10મી સાંજના 5 વાગ્યા સુધીના એટલે કે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

આ કેસમાં દારૂની ખેપમાં પકડાયેલા બે શખ્સોને જ્યુ. કસ્ટડીમાં મોકલી અપાયા છે. જેમની પૂછપરછમાં નામ ખૂલતાં પોલીસે આબુરોડના બુટલેગર આશિષ ઉર્ફે આશુ રમેશચંદ્ર અગ્રવાલની અટકાયત કરી રિમાન્ડની માંગણી કરતાં સરકારી વકીલ પરેશકુમાર કે. દવેએ દલીલો કરી કે, હાલનો આરોપી કુખ્યાત બુટલેગર છે.

મહેસાણા જિલ્લામાં આ આરોપી વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા છે. ગુજરાતમાં અન્ય પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. આરોપી ક્યાંથી માલ ભરાવતો હતો અને ક્યાં ડિલિવરી કરતો હતો તેમજ ખોટી બિલ્ટીઓ ક્યાં બનાવેલી છે તેની તપાસ માટે હાજરી જરૂરી હોઇ અને ગુનાના મૂળ સુધી પહોંચવું જરૂરી હોવાની દલીલો ગ્રાહ્ય રાખી ઊંઝા મેજીસ્ટ્રેટે આશુ અગ્રવાલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...