રક્તદાન મહાદાન:મહેસાણા પોલીસ હેડકવાર્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં પોલીસકર્મીઓએ રક્તદાન કર્યું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીવાયએસપી દ્વારા પણ રક્તદાન કરવામા આવ્યું

મહેસાણા શહેરમાં આજે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારથી પોલીસકર્મીઓ આ બ્લડ કેમ્પ મથકે પહોંચ્યા હતા જ્યાં વિવિધ શાખાના પોલીસ જવાનોએ ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપી બ્લડ ડોનેટ કર્યું હતું.

મહેસાણામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમાં સાયકલ રેલી, સ્પર્ધાઓ તેમજ બ્લડ ડોનેટ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આજે રવિવારે વહેલી સવારે પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ એસ.આર.પી બેરેક ઓડિટોરિયમ હોલની બાજુમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યા માં પોલીસકર્મીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું. ડીવાયએસપી ભક્તિબા ઠાકરે પણ રક્તદાન કર્યું હતું. બ્લડ ડોનેટ કરનાર પોલીસકર્મીઓને સર્ટિફિકેટ આપવામા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...