નિર્ણય:મહેસાણા શહેરને ડસ્ટ ફ્રી બનાવવા 32 રોડની સાઇડોમાં બ્લોક નખાશે

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરને ડસ્ટ ફ્રી બનાવવા 1.40 કરોડ રૂપિયા ખર્ચનું કામ 31મીની સભામાં મંજૂરી માટે મૂકાયું

મહેસાણા શહેરમાં જાહેર રસ્તા પૈકી જ્યાં બ્લોક દબાઇ ગયા, તૂટી ગયા કે બ્લોક ન હોય ત્યાં જરૂર મુજબ બ્લોક લગાવાશે. પાલિકાના સર્વેમાં 32 રસ્તાની ફુટપાથ પર કુલ 12,400 ચોરસ મીટરમાં બ્લોક નાખવા પડે તેમ છે. પાલિકાએ સિટી ડસ્ટ ફ્રી બનાવવા 1.40 કરોડ ખર્ચ મંજૂરી માટે 31મીની સા.સભામાં મૂક્યું છે.

સિટી-1માં ડિસ્ટ્રિક્ટ બેંકથી પોલીસ હેડ ક્વાર્ટર, ઝુલેલાલ ચોકથી સોમનાથ ચોક, હૈદરીચોકથી ઝુલેલાલ ચોક, સમર્પણ ચોકથી પાટીદાર પ્લાઝા, જયવિજય કેનાલથી લાટીવાલા પાર્ટીપ્લોટ, કલેક્ટર બંગ્લોઝથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન, માનવ આશ્રમ 108 ઓફિસથી તિરૂપતિ હર્ષ મેઇન રોડ, પોલીસ પરેડ ગ્રાઉન્ડથી ચામુંડાનગર થઇ હીરાગંગાબા નગરવાડી, સાર્વજનિક રોડ, મામલતદાર કચેરી રોડ, ફુવારાથી કૃષ્ણનો ઢાળ, તોરણવાળીથી આઝાદચોક થઇ પરા મસ્જિદ, ધોબીઘાટ પરા ટાવર રોડ પર બ્લોક નખાશે.

સિટી-2માં નવદીપ ફ્લેટથી મારૂતિ નંદન, રાજકમલથી વિમલ હાઉસ થઇ જોગણી માતા મંદિર થઇ વિરાંજલી વન, મહાશક્તિ ગ્રાઉન્ડ રોડ, સહકારનગર ગાર્ડન નજીક, આંબાવાડી મેઇન ટીપી રોડ, બહુચરવાટીકા રોડ, મોઢેરા રોડ સ્વામિનારાયણ મંદિર નજીક, ગાયત્રી મંદિર થઇ આશ્રય હોટલ, સર્વોદય બેંકથી ચકેશ્વરી ફ્લેટ થઇ પ્રજાપતિ વાડી, ઋતુરાજ ફ્લેટથી ધારા વિદ્યાલય, શીતલ ટેનામેન્ટ, જૈન દેરાસરથી સિવિક સેન્ટર, ટીબી હોસ્પિટલ રોડથી સ્નેહકુંજ સોસાયટી, રામોસણા ચોકડીથી સત્યમ બંગ્લોઝ, રાધાકૃષ્ણ ટાઉનશીપ રોડ, ગોપીનાળાથી મગપરા થઇ રાધનપુર ચોકડી, ગોપીનાળાથી રેલવે સ્ટેશન ઇદગાહ, એરોડ્રામ રોડ પર બ્લોક નખાશે.

અન્ય સમાચારો પણ છે...