તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મહેસાણાની 36 સોસાયટીઓમાં લોક ભાગીદારીથી બ્લોક, સીસી રોડ બનશે

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ રૂ. 2.89 કરોડનું એસ્ટીમેટ બનાવ્યું, પ્રાદેશિક કમિશ્નરમાં મોકલવા કવાયત

શહેરમાં 80 : 20 ની લોકભાગીદાર સ્કીમમાં સોસાયટીઓમાં સી.સી રોડ બનાવવા અને કોમન પ્લોટમાં બ્લોક લગાવવા અરજીઓની રફ્તાર ચાલુ રહી છે.જેમાં વિવિધ 36 સોસાયટીઓના એસ્ટીમેટ તૈયાર થઇ જતાં હવે પ્રાદેશિક કમિશ્નર કચેરીએ તાંત્રિક મંજુરી મેળવવા માટેની કવાયત શરૂ કરાઇ છે.કામગીરી શરૂ થવામાં હજુ 4 થી 6 મહિના રાહ જોવી પડે તેવો ઘાટ સર્જાયો છે.

સ્કીમમાં મોટાભાગે સોસાયટીઓ લાભ મેળવવા માટે દરખાસ્તો કરતી હોય છે.જેમાં મોટાભાગની સોસાયટીોઓમાં આ સ્કીમમાં સી.સી રોડ બન્યા પછી હવે કોમન પ્લોટમાં બ્લોક નાંખવા માટેની દરખાસ્તોનો ઘસારો વધ્યો છે.તાજેતરમાં 36 સોસાયટીના એસ્ટીમેટ તૈયાર કરાયા,તે પૈકી 33 સોસાયટીએ કોમન પ્લોટમાં બ્લોક નાંખવા માટે માંગણી કરી છે,જેમાં 9 સોસાયટી બ્લોક અને રોડ બન્નેની અરજી છે,માત્ર બે સોસાયટીમાં સીસી રોડ બનાવવાની દરખાસ્તનો સમાવેશ થાય છે.

શહેરની આ સોસાયટીમાં પ્રક્રિયા હાથ ધરાશે
દેલાનગર સોસાયટી,શ્યામવિહાર-2 વિભાગ એ, દત્ત રેસીડન્સી, સ્વાગત બંગ્લોઝ નાગલપુર, સુખેશ્વર સોસાયટી વિભાગ 1, ખુશેક્વર સોસાયટી વિભાગ 2, સીમંધર રેસીડન્સી નાગલપુર, સાંઇ કૃપા એપાર્ટમેન્ટ વિસનગર રોડ, હિરાનગર સોસાયટી, અનુપમ સોસાયટી, બાલાજી રેસીડન્સી તાવડીયા રોડ, હરિઓમનગર સોસાયટી, કપિલ નગર 2, નવરંગ કો.ઓ.હાઉસિંગ, મુરલીધર સોસાયટી ધોબીઘાટ, ચિસ્તીયાનગર નાગલપુર, અવધૂત રો હાઉસ, પ્રગતિ નગર એસો, રાજવી ફ્લેટ, પાટીદાર સોસાયટી વિભાગ 1, પરમેશ્વર બંગ્લોઝ, પટેલનગર, સત્યમ બંગ્લોઝ, ઉમિયા 108 સોસાયટી મોઢેરા રોડ, આંબેડકર પાર્ક સોમનાથ રોડ, સોમનાથ સોસાયટી ટી.બી રોડ, સ્વસ્તિક સોસાયટી નાગલપુર, શ્રી જી ડુપ્લેક્ષ ,શ્રીજી હાઉસ ગાંધીનગર લીંક રોડ, કે.કે. નગર વિસનગર રોડ, ગંગોત્રી સોસાયટી માનવઆશ્રમ, સંકેતનગર તાવડીયા રોડ, ગણેશનગર સોસાયટી,બાપુનગર સોસાયટી, આકાશ બંગ્લોઝ, અંબાજી નગર વિભાગ 2 નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...