આયોજન કાગળ પર જ રહ્યું:આર એન્ડ બી,વીજતંત્ર અને પાલિકાના સંકલનના અભાવે હાઈવે પર અંધારપટ

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં ચાર મહિનાથી અજવાળા માટેનું આયોજન કાગળ પર જ રહ્યું
  • મોઢેરા અંડરપાસ પ્રોજેક્ટમાં શહેરીજનો સ્ટ્રીટલાઇટ વગર અંધારામાં પીસાયા

શહેરમાં મોઢેરા અંડરપાસ પ્રોજેક્ટની કામગીરીમાં ખારીનદીથી રાધનપુર રોડ સુધીના ચાર કિ.મી.ના સર્વિસ રોડ સાઇડ વૈકલ્પિક સ્ટ્રીટલાઇટની વ્યવસ્થાનું આયોજન કર્યા વગર જ રોડની સ્ટ્રીટલાઇટો અંડરપાસ કામગીરીમાં કાઢી નાખવામાં આવતાં સર્વિસ રોડ પરથી પસાર થતાં વેરો ભરનાર શહેરીજનોને અંધારામાં પીસાવુ પડી રહ્યુ છે.આર એન્ડ બી,યુજીવીસીએલ અને નગરપાલિકા વચ્ચે સંકલન અને તાલમેલના અભાવે રાત્રે રસ્તાની બંન્ને સાઇડ નિકળતા શહેરીજનોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

નગરપાલિકા કઈ કઇ જગ્યાએ લાઇટ નાખવી તે બતાવે : વીજતંત્ર
યુજીવીસીએલ ઇન્ડસ્ટ્રીયલ મહેસાણાના ના. ઇજનેર કચેરીના સુત્રોએ કહ્યુ કે,અમારા કાર્યક્ષેત્રમાં હજુ ખારીનદીથી પ્રમુખ એન્કલેવ સુધી 5 જેટલા થાંભલા શીફ્ટીગ બાકી છે.આ સિવાય 80 ટકા અંડરગ્રાઉન્ડ કેબલ કામ અને ટ્રાન્સફર્મર પૂર્ણ કર્યુ છે. પાલિકા કંઇ જગ્યાએ સ્ટ્રીટલાઇટ નાખવી છે તે જગ્યા બતાવે તો વ્યવસ્થા લાઇટ કરી શકાય.

વીજતંત્ર લાઇન નાખી પાવર સપ્લાય આપે એમ સ્ટ્રીટલાઇટ કરીશું :પાલિકા
પાલિકાની સ્ટ્રીટલાઇટ શાખાના સુત્રો કહે છે કે,નાગલપુર કોલજ બાજુ અને પકવાન હોટલ સાઇડ બે જગ્યાએ જીઇબીને લાઇન નાખી આપી પાવર સપ્લાય માટે કહ્યુ છે,તે પાવર સપ્લાય આપે તેમ હંગામી સ્ટ્રીટલાઇટ વ્યવસ્થા કરીશું.પાલિકાના ચીફઓફીસર અલ્પેશભાઇ પટેલે કહ્યુ કે, જીઇબી સાથે સંકલન કરીને ઝડપથી હંગામી સ્ટ્રીટલાઇટની વ્યવસ્થા કરાવાશે.

પાલિકાને લાઇટની હંગામી વ્યવસ્થા કરવા જુનમાં પત્ર કર્યો : આર એન્ડ બી
મહેસાણા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર કચેરીના સુત્રોએ કહ્યુ કે,અંડરપાસમાં હયાત રોડના ડીવાઈડરમાંથી સ્ટ્રીટલાઇટના થાંભલા પરામર્શમાં રહીને દૂર કરવા અને જરૂરિયાત મુજબ હંગામી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવા ગત 7 જુનના રોજ નગરપાલિકાને લેખિત પત્ર કર્યો છે.સર્વિસ રોડ સાઇડનગરપાલિકાએ હંગામી લાઇટની વ્યવસ્થા કરવાની રહે છે.

અન્ય સમાચારો પણ છે...